ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળો ફાટતા હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધ્યો

author img

By

Published : Aug 24, 2019, 3:12 AM IST

banaskantha

બનાસકાંઠા: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના વરસાદ બાદ મચ્છરજન્ય રોગ વકરતા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ ગયો છે. જેથી તાવ ,શરદી અને ખાંસીના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે.

ચોમાસા બાદ હવે રોગચાળો વકરી રહ્યો હોવાથી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાવા લાગી છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ ખાસ કરીને પાણીમાં પલડવાના કારણે તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા લોકોએ પણ બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં મચ્છરજન્ય તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે. જેથી સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળો ફાટતા હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો

ડીસા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દરરોજ 600 જેટલા દર્દીઓ આવતા હોય છે, પરંતુ સતત ચાર દિવસ વરસાદ થયા બાદ છેલ્લા એક અઠવાડિયાથી તેમાં 20 ટકા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તંત્ર દ્વારા દર્દીઓને તકલીફ ન પડે તેથી તબીબોની સંખ્યા વધારી દેવાઈ છે. જો કે, તબીબો લોકોને સારવારની સાથે સાથે સ્વસ્થ અને જાગૃતિ લાવવા માટે સલાહ પણ આપી રહ્યા છે કે, ઘરની આજુ બાજુ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું, વાસી ખોરાક ન ખાવો તેમજ બીમાર થાય તો તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવાથી મોટી બીમારીથી બચી શકાય છે.

Intro:એપ્રુવલ બાય... ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.21 08 2019

સ્લગ.....બનાસકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળા માં વધારો

એન્કર.......ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ના વરસાદ બાદ મચ્છરજન્ય રોગ વકરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે અને તાવ ,શરદી અને ખાંસી ના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે

Body:વી ઓ ......ચોમાસા બાદ હવે રોગચાળો વકરી રહ્યો છે અને તેથી જ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાવા લાગી છે બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને પાણીમાં પલડવાના કારણે તાવ, શરદી અને ખાંસી ના દર્દીઓ ની સંખ્યા વધી ગઈ છે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા લોકોએ પણ બે બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરો નો ઉપદ્રવ વધી જતાં મચ્છરજન્ય તાવ અને ડેન્ગ્યુ ના દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે, તેવામાં સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ કીડીયારા ની જેમ ઉભરાઈ રહ્યા છે .......

બાઈટ..1...પીરાભાઈ પરમાર
( દર્દી )

બાઈટ... રમેશભાઈ મકવાણા
( દર્દી )

Conclusion:વી ઓ .....ડીસા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે રોજ 600 જેટલા દર્દીઓ આવતા હોય છે પરંતુ સતત ચાર દિવસ વરસાદ થયા બાદ છેલ્લા એક અઠવાડિયા થી તેમાં 20 ટકા દર્દીઓ ની સંખ્યા વધી ગઈ છે તંત્ર દ્વારા દર્દીઓને તકલીફ ન પડે પડે તે તબીબો ની સંખ્યા વધારી દેવાઈ છે. જો કે તબીબો લોકોને સારવાર ની સાથે સાથે સ્વસ્થ અને જાગૃતિ લાવવા માટે સલાહ પણ આપી રહ્યા છે ઘરની આજુ બાજુમાં પાણી ન ભરાય,વાસી ખોરાક ના ખાવો, તેમજ બીમાર થાય તો તાત્કાલીક નજીક ની હોસ્પિટલમાં સારવાર લેવી જેથી મોટી બીમારી માંથી બચી શકાય.......

બાઈટ...3... ડો. ડી બી પ્રાણમી
( ઇન્ચાર્જ, ડીસા સિવિલ સુપ્રીટેન્ડ )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.