ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે ગુજકેટની પરીક્ષા યોજવા તંત્ર સજ્જ બન્યું

author img

By

Published : Aug 22, 2020, 11:07 PM IST

બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે ગુજકેટની પરીક્ષા યોજવા તંત્ર સજ્જ બન્યું છે. ફરજીયાત માસ્ક સાથે વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપ્યા બાદ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાશે. વર્ગખંડમાં માત્ર 20 વિદ્યાર્થીને 6 ફૂટના અંતરે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV BHARAT
બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે ગુજકેટની પરીક્ષા યોજવા તંત્ર સજ્જ બન્યું

બનાસકાંઠા: જિલ્લામાં કોરોના પ્રકોપ વચ્ચે 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. જેમાં પાલનપુરમાં 22 કેન્દ્ર પર 233 બ્લોકમાં 4,616 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્રારા સેનીટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે ગુજકેટની પરીક્ષા યોજવા તંત્ર સજ્જ બન્યું
પાલનપુરમાં 24 ઓગસ્ટના રોજ યોજાવાની ગુજકેટની પરિક્ષા પારદર્શક અને શાંતિ પૂર્ણ માહોલમાં યોજાશે. સાથે જ પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ તંત્ર દ્રારા તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે. પાલનપુરમાં 22 પરીક્ષા કેન્દ્ર પર 233 બ્લોકમાં યોજાનારી ગુજકેટની પરીક્ષામાં 4,616 વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપવા ના હોઇ દરેક પરીક્ષા કેન્દ્રમાં માત્ર 20 વિદ્યાર્થીઓને 6 ફૂટના અંતરે બેઠક કરાઈ છે.

પરીક્ષામાં ગતિવિધિ અટકાવવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રખાશે. જોકે પરીક્ષાને લઈ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પરીક્ષાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે અને તેમના શરીરનું તાપમાન માપ્યા બાદ જ પરીક્ષા ખંડ માં પ્રવેશ આપવામાં આવશે . નિરીક્ષકને ડ્રો પદ્ધતિથી બ્લોકની ફાળવણી કરવામાં આવશે. જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. તેવા સમયે ગુજકેટની પરીક્ષા જાહેર થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે અને તમામ બ્લોકને સેનેટારાઈઝ કરવા સહિત તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા છે અને પરીક્ષા સમયે ગેરરીતિ રોકવા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.