ETV Bharat / state

કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ

author img

By

Published : May 4, 2021, 2:02 PM IST

કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ
કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ

હાલ તબક્કે બીજા તબક્કામાં કોરોનાની ગતિ વધુ તેજ બનતા કોરોના શહેરોમાંથી ગામડા તરફ વળી રહ્યો છે. ગામડાના લોકોને સુરક્ષિત રાખવા સરકારએ કોરોના મુક્ત ગામનું અભિયાન શરૂ કર્યું છે. યાત્રાધામ અંબાજી પણ નાનું ગામ છે પણ તેની સાથે આદિવાસી વિસ્તારના 40થી 50 ગામડાઓનો સંપર્ક જોડાયેલો છે.

  • ગામડાના લોકોને સુરક્ષિત રાખવા સરકારે કોરોના મુક્ત ગામનું અભિયાન કર્યું શરૂ
  • અંબાજી પંથકમાં પણ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે
  • કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ

બનાસકાંઠા: અંબાજી પંથકમાં પણ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક બંધ રહ્યા હતા. જોકે હવે ફરી બજારો ખુલતા લોકોમાં કોરોનાને લઈ સચેત બન્યા હોય તેમ ખુલ્લા બજારોમાં પણ એકલ-દોકલ લોકો જ જોવા મળતા હતા. જયારે અંબાજીમાં દિન-પ્રતિદિન મોતનો આંકડો સામે આવતા ડર જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

ગામડાના લોકોને સુરક્ષિત રાખવા સરકારે કોરોના મુક્ત ગામનું અભિયાન કર્યું શરૂ

આ પણ વાંચો: પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા

રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ઉકાળા વિતરણની પણ શરૂઆત કરી

લોકો કોરોના ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યા છે અને બીજી તરફ કોરોના પ્રતિરોધક રસી લેવા પણ લોકોમાં જાગૃતિ આવી હોય તેમ રસીકરણ કરાવી રહ્યા છે. જયારે લોકો માત્ર એલોપેથિક જ નહીં પણ આયુર્વેદિક સારવાર મળી રહે ને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે રાષ્ટ્રીય સ્વંય સેવક દ્વારા ઉકાળા વિતરણની પણ શરૂઆત કરી છે.

આ પણ વાંચો: થિયેટર મલ્ટિપ્લેક્સ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર, થિયેટરોમાં હજુ ખંભાતી તાળાં

જાગૃતિ આવે તે માટે લગાડ્યા પોસ્ટરો

રાષ્ટ્રીય સ્વંય સેવકે 4 હજાર જેટલા લોકોને ઉકાળો પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. જોકે લોક જાગૃતિ માટે ગામમાં કોરોનાને લઈ જાગૃતિ આવે તે માટે પોસ્ટરો પણ લગાડ્યા છે અને લોકો કામ વગર ઘરથી બહાર ન નીકળે અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.