ETV Bharat / state

બનાસકાંઠાના પાથાવાડા પાસે બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત, 2ના મોત

author img

By

Published : Dec 24, 2020, 7:33 AM IST

Updated : Dec 24, 2020, 7:46 AM IST

બનાસકાંઠામાં પાથાવાડા પાસે હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક સામ સામે ટકરાતા ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં મારફતે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

અકસ્માત 2ના મોત
અકસ્માત 2ના મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો

હેવી વાહનોની સ્પીડ ધીમી કરાવવા લોકોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો

બનાસકાંઠાના પાથાવાડા પાસે બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત
બનાસકાંઠા : પાથાવાડા પાસે હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક સામ સામે ટકરાતા ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં મારફતે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક જિંદગીઓ હોમાઈ

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત તો જાણે બંધ થવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક જિંદગીઓ હોમાઈ છે.બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે સરહદી વિસ્તારોમાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.સતત અકસ્માતોની સંખ્યામાં વધારો થતાં હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાથાવાડા પાસે બે ટ્રકો સામસામે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલ પાંથાવાડા નજીક હાઇવે પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજસ્થાનના પાલી થી ગ્રેનાઈટ પથ્થર ભરીને એક ટ્રક મુન્દ્રા તરફ જઈ રહી હતી તે સમયે સામેથી ટાઇલ્સ ભરીને આવી રહેલી ટ્રક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજસ્થાન તરફથી આવેલી ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતદેહને બહાર કાઢવા માટે પણ ક્રેન ની મદદ લેવી પડી

આ અકસ્માત એટલો ગોઝારો હતો કે બંને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે ટ્રક ચાલક ની મૃતદેહને બહાર કાઢવા માટે પણ ક્રેન ની મદદ લેવી પડી હતી અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાથાવાડા પોલીસ પણ બનાવ સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હેવી વાહનોની સ્પીડ ધીમી કરાવવા લોકોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ વધતી અકસ્માતની ઘટનાને લઇને હવે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ અકસ્માતનો મુખ્ય કારણ રાત્રિના સમય પુરપાટ ઝડપે જે પ્રમાણે લોકો વાહનો ચલાવી રહ્યા છે તેના કારણે વારંવાર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ અકસ્માત હેવી વાહનોના કારણે જોવા મળી રહ્યા છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે હાલ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે પણ વાહન સ્પીડમાં ચલાવતા હોય તેવા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

Last Updated : Dec 24, 2020, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.