ભક્તો બન્યા અકસ્માતનો ભોગ, બનાસકાંઠામાં જીપની અડફેટે 2 લોકોના મોત

author img

By

Published : Sep 3, 2022, 12:55 PM IST

સતત બીજા દિવસે ભક્તો બન્યા અકસ્માતનો ભોગ, બનાસકાંઠામાં જીપની અડફેટે 2 લોકોના મોત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લાખણી ડીસા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પદયાત્રીના મોત થયા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Accident in Banaskantha, Accident on Lakhni Disa Highway, Two people died in Banaskantha accident

બનાસકાંઠા લાખણી ડીસા હાઈવે પર જીપ ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી પદયાત્રીકોને અડફેટે લેતા અકસ્માત (Accident on Lakhni Disa Highway)સર્જાયો હતો. આ અકસ્માતમાં પદયાત્રીના મોત થયા છે. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ જીપના ચાલક સામે પોલીસે અકસ્માતે મોતનો ગુનો(Accident in Banaskantha ) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતોની સંખ્યામાં વધારો બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ(Road accident in Gujarat ) રહ્યો છે. ખાસ કરીને લોકોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો કેટલાક લોકો મોતને ભેટ્યા છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનની માનતાઓ પૂર્ણ કરવા જઈ રહેલા પદયાત્રી કોને અત્યાર સુધી પણ અનેક અકસ્માતો નડી રહ્યા છે.

આ પણ વાંચો લવ જેહાદના વિરોધમાં ડીસા સજ્જડ બંધ, વેપારીઓ કામધંધાથી રહ્યા અડગા

વાહન ચાલકોની યોગ્ય વ્યવસ્થા જેમાં થોડા સમય પહેલા રણુજા જતા પદયાત્રીને અકસ્માત (Today accident in Gujarat )નડ્યો હતો. જેમાં લોકો મોતને ભેટ્યા હતા, તો બીજી તરફ જગવિખ્યાત અંબાજી મંદિરે પગપાળા આવી રહેલા અરવલ્લીના લોકોને પણ અકસ્માત નડતા સાત લોકોના મોત થયા હતા. આમ મોટા હેવી વાહનોના ગફલત કર્યા ડ્રાઇવિંગના કારણે આ વર્ષે અનેક પદયાત્રીકો મોતને ભેટી રહ્યા છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોમાં લોકોનો જીવ બચે તે માટે પોલીસ દ્વારા પદયાત્રીકો જ્યાં ચાલતા હોય ત્યાં વાહન ચાલકોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

કાર ચાલકે પદયાત્રીને અડફેટે લીધા જિલ્લાના લાખણી ડીસા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વિગતો જોઈએ તો થરાદ તાલુકાના પડાદર અને જેટા ગામના આઠ યાત્રીકો અંબાજી ખાતે પગપાળા જવા રવાના થયા હતા. આ તમામ લોકો ભેમાજી ગોળીયા નજીક રસ્તા પરમાં અંબાનું નામ લઈને પગપાળા જઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ જીપ ચાલકે પદયાત્રીને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા જ પડાદર ગામના રાયસંગ પટેલ અને જેટા ગામના લગધીરજી ઠાકોર રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન આ બન્ને પદયાત્રીના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો બલદેવા ડેમમાં કાર ખાબકતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુ

પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પદયાત્રીઓના મૃતદેહને લાખણી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ જીપના ચાલક વિરોધ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.