ETV Bharat / state

થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થઈ જતાં યુવકે કરી આત્મહત્યા

author img

By

Published : Jan 21, 2021, 2:00 PM IST

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકનો તરતો મૃતદેહ જણાઈ આવતાં નગરપાલિકા ફાયરટીમને જાણ કરવામાં આવી હતી. જમડા ગામના પુલ નજીક મૃતક યુવકની મૃતદેહ બહાર કઢાઈ હતી. જ્યાં તપાસ દરમ્યાન યુવક લુડો ગેમમાં 10 લાખ રૂપિયા હારી ગયો હોવાથી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થઈ જતાં યુવકે કરી આત્મહત્યા
થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થઈ જતાં યુવકે કરી આત્મહત્યા

  • મોબાઈલ ગેમની લતમાં યુવાનો જીવ ખોયો
  • થરાદમાં લૂડો ગેમમાં યુવકને 10 લાખનું દેવું થઈ ગયું
  • પરિવારે કહ્યું કે, કડક ઉઘરાણી થતાં યુવકે કરી આત્મહત્યા
  • થરાદની મુખ્ય કેનાલમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

    બનાસકાંઠાઃ થરાદ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પાણીના વહેણ સાથે યુવકનો મૃતદેહ તણાઈ આવતાં કોઈ રાહદારીની નજર પડતાં તરવૈયાને જાણ કરવામાં આવી હતી. જ્યાં આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ પાણીના વહેણ સાથે ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે જમડા ગામના પુલ નજીક નહેરમાંથી પાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા યુવકની લાશને ફાયરટીમની મદદ વડે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી એક મોબાઈલ તેમ જ 3600 રૂપિયા રોકડ મળી આવ્યા હતાં.
  • પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી

    મૃતક યુવક સોમવારના વહેલી સવારે ઘરેથી 7285 નંબરનું બાઇક લઈને નીકળ્યો હતો જેમાં મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતાં તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક યુવકનું મોટરસાઈકલ સનેસડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર પાસેથી મળી આવતાં યુવકે નહેરમાં ઝંપલાવ્યું હોવાની આશંકાઓને લઈને તેના સગાસબંધીઓ બુધવારે મુખ્ય નહેર પરના રસ્તે ચાલી આવતાં મૃતદેહ મળી આવતાં મૃતક યુવકની ઓળખાણ થવા પામી હતી. મૃતક યુવક પીયૂષ ઠક્કર (ઉંમર વર્ષ આશરે 23) રહે. ભાભર હોવાનું જાણવા મળ્યું હતું. આથી સ્થાનિક થરાદ પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસકર્મી એએસઆઈ રવજીભાઈ ભટ્ટ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
    પરિવારે કહ્યું કડક ઉઘરાણી થતાં યુવકે કરી આત્મહત્યા


  • લૂડો ગેમમાં દેવું થઈ જતાં યુવકે આ પગલું ભર્યું હોવાનો પરિવારના આક્ષેપ

    મૃતકના મોટાભાઈ સંજયભાઈ ઠક્કરે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે શાકભાજી વેચીને પીયૂષ તેમના પરિવારને મદદ કરતો હતો અને છેલ્લા અઢી મહિનાથી લૂડો ગેમમાં રૂપિયા 10 લાખનું દેવું થઈ ગયું હતું. જેમાં 4 લાખ ચૂકવી દીધા હતાં અને બાકીના નાણાં માટે ભાભરના પાંચ અને પાટણનો એક શખ્સ વારંવાર પીયૂષ પાસે કડક ઉઘરાણી કરતાં હતાં. તેમના ત્રાસના કારણે તેણે કેનાલમાં પડી આપઘાત કરેલ છે અથવા તો તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવાઈ છે. જ્યાં સુધી આ તમામ શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.