ETV Bharat / state

પાલનપુરમાં વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ

author img

By

Published : Jul 9, 2020, 7:44 PM IST

બનાસકાંઠાના પાલનપુરમાં આજે જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂ લેવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પાલનપુરમાં વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ
પાલનપુરમાં વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ

બનાસકાંઠાઃ પાલનપુર ખાતે આજે જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19, ચોમાસુ અને તીડ નિયંત્રણ સહિતની મેરેથોન મીટીંગ યોજાઇ હતી. જેમાં નગરજનોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લોક સમસ્યાને કાબૂમાં લેવા માટે વિવધ યોજનાઓને લાગુ કરવા વિશે ચર્ચા-વિચારણ થઈ હતી.

પાલનપુરમાં વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ
કોવિડ-19 મામલે બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 10,901 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 10,230 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જયારે 349 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યારે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 53 અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પિટલમાં 22 કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે.
જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ
જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને વૈશ્વિક મહામારી કોરોના અંગેની બેઠક યોજાઈ

જિલ્લામાં કોરોના પોઝિટિવ પૈકી 17 દર્દીઓના મૃત્યુ થયા છે, તો 185 વ્યક્તિઓએ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયા છે. હાલ 147 કોરોના પોઝીટીવ એક્ટીવ કેસ છે.

આ બેઠકમાં અરૂણકુમાર સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવા દરેક ઓફિસોમાં આવતા લોકોનું થર્મલ ગન અને ઓક્સીમીટરથી ટેમ્પ્રેચર ચેક કરી પછી જ કચેરીમાં પ્રવેશ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા આવશે. કોરોનાનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી માઇક્રોપ્લારનીંગ કરી, ખાનગી હોસ્પીટલો સાથે એમ.ઓ.યુ. કરી પુરતા બેડ, વેન્ટીલેટર અને દવાઓના જથ્થા સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા તેમણે વહીવટીતંત્રને સુચના આપી હતી. સાથે સાથે મનરેગા હેઠળ ચાલતા કામના સ્થળોએ મજુરોને માસ્ક, સેનિટાઇઝ સહિતની સુવિધા આપવા જણાવ્યું હતું.

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોવિડ-19ની સાથે-સાથે અત્યારે ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ કે મેલેરીયા ન ફેલાય તે માટે ક્લોરીનેશન અને તકેદારીના ભાગરૂપે જે પણ કામગીરી કરવાની થતી હોય તે ઝડપથી પૂર્ણ કરવાની વાત કરી હતી. આ સિવાય બજારમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન કરતી હોય તેવી દુકાનો પણ બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો. તેમજ વાહનો વધારે પેસેન્જર ભરે, ધાર્મિક મંદિરોમાં ભીડ ન થાય, લગ્ન અને મૃત્યુ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેના પર વોચ રાખી સખ્તાઇથી કામગીરી કરવા તેમણે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સુચના આપી હતી. આ ઉપરાંત તાલુકા કન્ટેઇનમેન્ટ કમિટી અને ગામની વિલેજ કમિટીના સરપંચઓ સાથે પણ સંકલન કરી ગ્રામ્યકક્ષા સુધી મોનીટરીંગ વધારવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે, અનલોક-૨માં લોકો બજારમાં છૂટથી ફરી રહ્યા છે ત્યારે આ વાઈરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સ્થાનિક તંત્રએ લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. તેમજ માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનારા દુકાનદારો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.