ETV Bharat / state

સમાજમાં સમાનતા લાવવાના હેતુથી બનાસકાંઠામાં યોજાયો સમૂહલગ્ન સમારોહ

author img

By

Published : May 26, 2019, 8:23 PM IST

બનાસકાંઠાઃ દરેક સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે ઠેર-ઠેર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવયું હોય છે. ત્યારે રવિવારના રોજ ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા 45 યુગલો માટે સમૂહલગ્નનો સમારોહ યોજાયો હતો.

BNS

આજના યુગમાં લોકો પોતાના ઘરે લગ્ન પ્રસંગે મોટા-મોટા ખર્ચા કરતા હોય છે, ત્યારે દરેક સમાજ પોતાનામાં એકતા જળવાઈ રહે અને લોકો મોટા ખર્ચાથી બચી શકે તે માટે ઠેર-ઠેર સમૂહ લગ્નના આયોજન કરવામાં આવતા હોય છે. તેવી જ રીતે ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટ યાર્ડ ખાતે ઠાકોર સમાજનો 5મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 3.5 લાખથી પણ વધુ ઠાકોર સમાજ વસે છે, ત્યારે આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જળવાઈ રહે અને લોકો વ્યસનોથી દૂર રહે તે હતો.

સમાજમાં સમાનતા લાવવાના હેતુથી બનાસકાંઠામાં યોજાયો સમૂહલગ્ન સમારોહ

આ સમૂહ લગ્નમાં 45 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવતા તમામ લોકો તેમજ ઠાકોર સમાજના લોકોએ આ 45 નવયુગલોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા અને વર-કન્યાના પરિવારો દહેજના મોટા ખર્ચાથી બચી શકે તે માટે ઠાકોર સમાજના લોકો દ્વારા લગ્નનો તમામ સામાન પણ પૂરો પાડવામાં આવ્યો હતો.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા.26.05 2019

સ્લગ.... સમૂહ લગ્ન

એન્કર.... દરેક સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે ઠેર-ઠેર સમૂહ લગ્નનું આયોજન થાય છે ત્યારે આજે ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા 45 યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા....

વિઓ.... આજના યુગમાં લોકો પોતાના ઘરે લગ્ન પ્રસંગે મોટા મોટા ખર્ચા કરતા હોય છે ત્યારે દરેક સમાજ પોતાના માં એકતા જળવાઈ રહે અને લોકો મોટા ખર્ચા થી બચી શકે તે માટે ઠેર ઠેર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટ યાર્ડ ખાતે ઠાકોર સમાજના ૫મો સમૂહ લગ્ન યોજાયો હતો બનાસકાંઠા જિલ્લામાં સાડા ત્રણ લાખથી પણ વધુ  ઠાકોર સમાજ  વસે છે ત્યારે આજે આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જળવાઈ રહે અને લોકો વ્યસનોથી દૂર થાય તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ૪૫ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નામના ધરાવતા તમામ લોકોએ આ 45 નવયુગલોને આશીર્વાદ પણ પાઠવ્યા હતા અને  વર-કન્યાના પરિવારો દહેજના મોટા ખર્ચા થી  બચી શકે તે માટે ઠાકોર સમાજના લોકો દ્વારા તમામ લગ્નનો સામાન પૂર્વ પાડવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ વર- કન્યાઓને આશીર્વાદ હતા....

બાઈટ... લેબજી ઠાકોર
( અગ્રણી, ઠાકોર સમાજ )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.