ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

author img

By

Published : Aug 5, 2021, 2:10 PM IST

એક તરફ રસી ન મળવાના કારણે અનેક જગ્યાએ લોકોનો હંગામો થયો છે ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણ અભિયાન જોર-શોરથી ચાલી રહી છે. 35 થી પણ વધુ ગામડાઓમાં રસીકરણ થઈ ગયું છે. લોકોની જાગૃતિ આરોગ્ય વિભાગની કામગીરીને પરિણામે 100 ટકા પરિણામ હાંસલ કર્યું હોવાનું આરોગ્ય વિભાગનો દાવો છે.

બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

  • બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
  • જિલ્લા કલેકટર આનંદ પટેલની મહેનતથી કોરોના મહાભિયાન સફળ
  • કોરોના વાઈરસની ત્રીજી લહેરના ડરથી લોકો લઈ રહ્યા છે વેકશીન

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી નાથવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકોનું વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોરોના રસીકરણ સફળ જોવા મળી રહ્યું છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં ગુજરાતમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ કોરોના વાઈરસની મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં વધુમાં વધુ લોકો કોરોના રસીકરણ કરાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

ગુજરાતમાં ભલેને લોકો રસીની અછતનો સામનો કરી રહ્યા હોય પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં રસીકરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 37 લાખની વસ્તીમાંથી 18 થી વધુ ઉંમરના લોકોની સંખ્યા 27 લાખ જેટલી છે. તેમાંથી અત્યાર સુધી 9 લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી છે. એટલે કે, અંદાજે 38 ટકા લોકોને રસીના બંને ડોઝ અપાય ગયા છે. તેમાં પાલનપુર, ડીસા, દિયોદર અને લાખણી તાલુકામાં રસીકરણ મામલે લોકોમાં ખૂબ જ જાગૃત છે અને તેના કારણે અત્યાર સુધીમાં 34 થી પણ વધુ ગામડાઓમાં આ રસીકરણની પ્રક્રિયા 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ
બનાસકાંઠા જિલ્લાના 34 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

જિલ્લામાં સૌથી વધુ રસીકરણ ડીસા તાલુકામાં

હાલમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોનું વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે, જેમાં સૌથી પ્રથમ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. આ ગામમાં અંદાજિત સંખ્યા 2 હજાર 435 છે. જેમાંથી 18થી વધુની ઉંમરના લોકોની સંખ્યા 1 હજાર 441 છે. તે તમામ લોકોને રસીના બંને ડોઝ અપાઈ જતા આ ગામમાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

સરપંચ, તલાટી અને ગામ લોકોનો સહયોગ

લક્ષ્મીપુરા જેવા બનાસકાંઠા જિલ્લાના અન્ય 34 ગામડાઓ છે કે જ્યાં ગામના સરપંચ, તલાટી, યુવાનો અને આરોગ્ય વિભાગની જાગૃતતા અને સતત કામગીરીના કારણે 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આ ગામડાઓમાં આરોગ્ય વિભાગની ટીમે પણ સતત લોકોને સમજાવી ઘરે ઘરે જઈ પેમ્પ્લેટ વિતરણ કર્યા છે અને લોકોને જાગૃત કરતા હવે આ ગામડાઓમાં તમામ લોકોએ રસી લઇ લેતા ગામ કોરોના વોરીયર્સ બની ગયું છે.

આ પણ વાંચો: રસી નહી તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે: મનસુખ માંડવિયા

આરોગ્ય વિભાગની સતત કામગીરીને પગલે સફળતા હાંસલ થઈ

ગુજરાત સહિત અનેક જગ્યાએ લોકો હજુ પણ રસી મામલે એટલે જાગૃત નથી તો વળી ક્યાંક અફવાઓમાં આવીને પણ લોકો રસ લેવાનું ટાળતા હોય છે. તેવામાં બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ મોટો હોવા છતાં પણ લોકોની જાગૃતિ અને આરોગ્ય વિભાગની સતત કામગીરીને પગલે સફળતા હાંસલ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.