ETV Bharat / state

અરવલ્લીના મેઘરજ તાલુકામાં પાણીની પણોજણ

author img

By

Published : Mar 28, 2021, 7:30 PM IST

અરવલ્લી સમાચાર
અરવલ્લી સમાચાર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પણોજણ સર્જાઇ છે. દર ઉનાળામાં આ વિસ્તારના પીવાના પાણીથી લઇ ખેતીના પિયતના પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે.

  • અરવલ્લીના મેઘરજ તાલુકામાં પાણીની પણોજણ
  • તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવતી તમામ યોજાનાઓનો ફિયાસ્કો
  • ગામડાઓમાં પાણી બૂમરાણ જોવા મળી રહી છે

અરવલ્લી : રાજ્યભરમા ઉનાળાની શરૂઆત થતા જ અંતરિયાળ અને ગામડાઓમાં પાણી બૂમરાણ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલ ઢૂંડા ગામમાં વર્ષોથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા દર વર્ષ પાણીની યોજનાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સમસ્યા જેમની તેમની તેમજ છે. પટેલ ઢૂંડા ગામના તળાવમાં પાણી ન હોવાના પગલે કુવાઓના પાણીનું સ્તર નીચે ઉતરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આશરે 70 ઉપરાંત મકાનો ધરાવતા ગામનાના ખેડૂતોને પશુઓ માટે ઘાસચારો પણ વેચાતો લાવવો પડે છે. આ ઉપરાંત પીવાના પાણીની પણ વિકટ સમસ્યા છે. હેડ પમ્પસ પણ પાણી વગર ધૂળ ખાઇ રહ્યા છે. ઉનાળામાં પાણી લેવા માટે લોકોને દૂર દૂર સુધી જવુ પડે છે.

અરવલ્લીના મેઘરજ તાલુકામાં પાણીની પણોજણ

આ પણ વાંચો - ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડાયાં

નર્મદાના નીરના વધામણાનું ખાતમુહૂર્ત કર્યા બાદ આજ દિન સુધી તળાવમાં પાણી જોવા મળ્યું નથી

પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રાજકારણીઓ તરફ વાયદા અને તાયફા પણ બહુ કરવામાં આવ્યા જેમાંથી પૂર્વ તાલુકા પ્રમુખ જીવનતિકાબેન દ્વારા ગામના તળાવમાં નર્મદાના નીરના વધામણાંનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જો કે, ત્યાર બાદ આજ દિન સુધી તળાવમાં પાણી જોવા મળ્યું નથી. મેઘરજ તાલુકાના 50 ટકા ઉપરાંત તળાવોનો સર્વે કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ પટેલ ઢૂંડા ગામના તળાવનું સર્વે કરવામાં ન આવતા રોષે ભરાયા હતા.

આ પણ વાંચો - અરવલ્લી જિલ્લામાં પીવાના પાણીની નવીન 13 યોજનાઓ માટે 526.35 લાખનો ખર્ચ કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.