ETV Bharat / state

અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા

author img

By

Published : May 25, 2021, 8:54 PM IST

અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા
અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા

કોરોનાની મહામારીમાં એક તરફ જ્યાં સરકાર લોકોના જીવ બચવાવાના પ્રયત્નો કરે છે, તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ પણ યથાશક્તિ દાન આપી દર્દીઓના ઇલાજમાં મદદરૂપ થવાના પ્રયત્નો કરે છે. અરવલ્લી જિલલના મુખ્ય મથક મોડાસામાં કાર્યરત ધી ઘાંચી આરોગ્ય મંડળને અમેરિકા અને યુ.કેમાં કાર્યરત એનજીઓ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર કરવા માટે લાખો રુપિયાના મેડિકલ સાધનો દાન આપવામાં આવ્યાં છે.

  • અમેરિકા અને યુ.કેની એનજીઓએ કરી મદદ
  • કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા
  • ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (IMANA) દ્વારા દાન
  • વિદેશની બે એન.જી.ઓ દ્વારા દાન આપવામાં આવ્યું

    મોડાસા- કોરોના વાયરસે જ્યારે સમગ્ર ભારતમાં કહેર વરસાવ્યો છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલ ભારતીય નાગરિકો વિવિધ પ્રકારે મદદ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત ધી ઘાંચી આરોગ્ય મંડળને અમેરિકાની સંસ્થા ઇસ્લામિક મેડિકલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (IMANA) દ્વારા ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ મારફતે 5 લિટરના 2 ઓક્સીજન કોન્સન્ટ્રેટર તથા એક બાઇપેપ મશીન દાન આપવામાં આવ્યું છે. યુ.કેમાં કાર્યરત શ્રી ગગન શેટ્ટી સંચાલિત જનવિકાસ ટ્રસ્ટ હેલ્થ ઇંડિંયા બ્રીથના માધ્યમથી 5 લીટરના 3 ઓક્સીજન મશીન કોન્સન્ટ્રેટર તથા એક 10 લિટર હાઈ ફ્લો ઓક્સીજન મશીનદાન આપવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા આ સંસ્થાઓનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવ્યો હતો.
    મોડાસાની સંસ્થાને વિદેશમાંથી મળ્યું મોટું દાન


    આ પણ વાંચોઃ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે 'યેલો ફંગસ'નો કહેર, જાણો શું છે આ રોગ

હોસ્પિટલના સંચાલકોએ દાતાઓનો આભાર માન્યો

આ ભેટોનો સ્વીકાર કરી સંસ્થાના પ્રમુખ કાલુભાઇ વકીલ, સેક્રેટરી અબ્દુલરહીમ ભાયલા, ઉપપ્રમુખ ઇબ્રાહિમ ભૂરા, ડો. વસીમ સુથાર, ઉસ્માનલાલા સુથાર, સહમંત્રી સલીમ સાબલિયા, અશરફ પટેલ વગેરેએ આનંદની લાગણી અનુભવી દાતા સંસ્થાઓનો આભાર માન્યો હતો.

બાઇટ : રહીમભાઇ હોસ્પિટલ સેક્રેટરી
આ પણ વાંચોઃ Gujarat 12th Board Exam dates- ધોરણ-12ની બોર્ડ પરીક્ષા 1 જુલાઇથી લેવાશેઃ ભુપેન્દ્રસિહ ચુડાસમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.