ETV Bharat / state

મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

author img

By

Published : May 17, 2021, 10:28 AM IST

અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો
અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

અરવલી જિલ્લાના મોડાસામાં શુક્રવારે મોડી સાંજે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારે રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં પોલીસે રિક્ષા ચાલકને સામધાન કરવાનું દબાણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવતા જિલ્લા પોલીસ વડાએ તપાસ ના આદેશ કર્યા છે.

  • મોડસાના બસ સ્ટેશન નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત
  • કાર ચાલક તબીબ હોવાથી પોલીસે રિક્ષા ચાલકની વાત સાંભળી નહિ
  • જિલ્લા પોલીસ વડાએ તપાસ DYSPને સોંપી

અરવલ્લી : જિલ્લામાં પોલીસ અધિકારીઓની કરતુતનો પર્દાફાશ સમયાંતરે થઇ રહ્યો છે. LCBએ દારૂકાંડ સહિત કેટલીય વખતે પોલીસ અધિકારીઓએ કાયદાને કઠપુતળી બનાવી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક વાર પોલીસનું કારસ્તાન સામે આવ્યુ છે.

સાંજના 8 વાગે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

મોડસાના હંગામી બસ સ્ટેશન નજીક શુક્રવારે સાંજના 8 વાગ્યાના સુમારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓએ કથિત રીતે રિક્ષા ચાલક પર સમાધાન કરવા દબાણ કર્યુ હોવાનો રિક્ષા ચાલકે આક્ષેપ કર્યો છે. આ અકસ્માતના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક ઉભી રહેલ રિક્ષાના પાછળ એક કાર ધસી આવે છે.

આ પણ વાંચો : મુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત
ભૂલ ન હોવા છતાં મામલો રફેદફે કરવા રિક્ષા ચાલક પર દબાણ

રિક્ષા ચાલક જ્યારે નજીકની પોલીસ ચોકી પર જાણ કરવા ગયો ત્યારે કાર ચાલક તબીબ હોવાથી પોલીસે રિક્ષા ચાલકની વાત સાંભળી જ નહિ. CCTV ફૂટેજમાં જોઇ શકાય છે કે, કારે રિક્ષાને પાછળથી ટક્કર મારી છે. જોકે, કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી છે. એવુ જણાવતા પોલીસે તેની વાત હતી. રિક્ષા ચાલકે આક્ષેપ કર્યો હતો કે, તે આજીજી કરતો રહ્યો પરંતુ ટાઉન PI અને LCB PIએ તેની વાત જ ન સાંભળી ન હતી. ભૂલ ન હોવા છતાં મામલો રફેદફે કરવા પોલીસે તેના પર દબાણ કર્યું હોવાનો આક્ષેપ રિક્ષા ચાલક કરી રહ્યો છે.
આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

નિષ્પક્ષ રીતે તપાસ કરી 7 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો હુકમ કર્યો ઘટનાની સત્યતા તપાસ્યા વિના પોલીસે સમાધાન કેવી રીતે કરાવ્યુ ? આ મામલાની ગંભીરતા જોઇ જિલ્લા પોલીસ વડાએ આ અંગેની તપાસ DYSP એન.વી. પટેલનેે સોંપી છે. અને નિષ્પક્ષ રીતે તપાસ પૂર્ણ કરી 7 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો હુકમ કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.