ETV Bharat / state

29 લાખથી વધારે રોપા તૈયાર, વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવાશે

author img

By

Published : Jun 4, 2020, 9:50 PM IST

સાબરકાંઠામાં 46મો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે 28 લાખથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે.

etv bharat
સાબરકાંઠા: 29 લાખથી વધારે રોપા તૈયાર, વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવાશે

સાબરકાંઠા: અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવશે.તેમજ સાબરકાંઠા અને અરવલ્લીને હરિયાળો બનાવવાની નીમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવશે.

સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે પર્યાવરણને ખુબ જ નુકશાન પહોચાડ્યું છે. પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવામાં વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. માનવીની લાલસાએ જંગલોનો નાશ કરી વિનાશ નોંતર્યો છે.

ગત વર્ષે બંને જિલ્લામાં પર્યાવરણ મહોત્સવ નિમિત્તે તમામ શૈક્ષણિક સંકુલો, ઓફિસો રસ્તાની બાજુઓ , ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્રારા આશરે 45 લાખ રોપાઓ લગાવ્યા હતા. અને ચાલુ વર્ષે 28.79 લાખ રોપાનો ઉછેર થઈ ચુક્યો છે. જે જરૂરીયાત મુજબ લોકોને વિતરણ કરાશે. આ રોપાઓમાં નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલ,ગુલમહોર,સરગવો,વડલો, જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફલ, જાંબુ, આંબા, આંબળા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.