ETV Bharat / state

મેઘરજના નવા પાણીબાર ગામે વીજ ચોરી ઝડપવા ગયેલી ટીમ પર હુમલો

author img

By

Published : Dec 7, 2020, 9:59 AM IST

નમ

અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા પાણીબાર ગામે યુ.જી,વી,સી.એલની ટીમે વિજ ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન એક મકાનમાં વીજ થાંભલા પરથી લંગર નાખી વીજ ચોરી થતી હોવાનું માલુમ પાડતા મકાન માલિક સામે કાયદેશર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

મેઘરજના નવા પાણીબાર ગામે વીજ ચોરી ઝડપવા ગયેલ ટીમ પર થયો હુમલો
વીજ ચોરી કરનારે કર્મચારીઓ પર કર્યો પથ્થરમારો

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા પાણીબાર ગામે યુ.જી,વી,સી.એલની ટીમે વિજ ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન એક મકાનમાં વીજ થાંભલા પરથી લંગર નાખી વીજ ચોરી થતી હોવાનું માલુમ પાડતા મકાન માલિક સામે કાયદેશર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે મકાન માલિકે બુમાબુમ કરી લોકોને ભેગા કર્યા હતા. ત્યારબાદ પથ્થરો વડે હુમલો કરતા વીજકર્મીઓ જીવ બચાવી ભાગ્યા હતા. યુ.જી.વી.સી.એલના નાયબ ઇજનેરે ઇસરી પોલીસ સ્ટેશનમાં વીજ ટીમ પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધવા અરજી આપી હતી.

વીજ ચોરી કરનારે બુમાબુમ કરતાં ગામલોકો થયાં એકઠા

અરવલ્લી જિલ્લામાં મેઘરજના અંતરીયાળ વિસ્તારમાં વિજ ચોરી થતી હોવાનું ધ્યાન આવતા મેઘરજ યુ.જી.વી.સી.એલના નાયબ ઈજનેર હરીશ ક્લાસવા અને તેમની ટીમ ચેંકીગમાં નિકળી હતી. તપાસ દરમિયાન વિજ વિભાગની ટીમને નવા પાણીબાર ગામમાં એક મકાનમાં થાંભલા પરથી સીધુ કનેકશન લીધુ હોવાનું જોવા મળ્યુ હતું. મકાન માલિક પ્રકાશ મકનાભાઈ ગામેતીને બોલાવી કાર્યવાહી હાથ ધરવાની શરૂ કરતા મકાન માલિકે બુમોબુમ કરી હતી અને ગામ લોકોને એકઠા કર્યા હતા.


મકાન માલિક અને તેના મળતીયાઓ જીપ આગળ પથ્થરો લઈ ધસી આવ્યા

પરિસ્થિતનો તાગ મેળવી ચુકેલા વિજ વિભાગના કર્મચારીઓ સરકારી જીપમાં બેસી ગયા હતા. જોકે મકાન માલિક અને તેના મળતીયાઓ જીપ આગળ પથ્થરો લઈ ધસી આવ્યા હતા અને જીપ પર પથ્થરમારો કર્યો હતો. વીજ કર્મીઓએ જીપ પુર ઝડપે હંકારી મુકતા જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. જોકે જીપના કાચ તૂટી ગયા હતા.

ઇસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વીજ ટીમ પર હુમલો થતા નાયબ ઈજનેર હરીશ ક્લાસવાએ કાયદેસરની કાર્યવાહી કરવા ઇસરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના પગલે સમગ્ર મામલે ઇસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.