ETV Bharat / state

Divya Kashi Bhavya Kashi: અરવલ્લીના 800 ગામડાઓમાં થશે ઉજવણી

author img

By

Published : Dec 12, 2021, 1:20 PM IST

13 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશમાં કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી (Divya Kashi Bhavya Kashi) યોજનાનું લોકાર્પણ (Kashi Vishwanath Corridor Inauguration)કરવામાં આવનાર છે, ત્યારે તે દિવસે અરવલ્લી જિલ્લાના 800 ગામોમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. આ અંગેની જાણકારી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી.

Divya Kashi Bhavya Kashi: દિવ્ય કાશી ભવ્ય કાશી અન્વયે અરવલ્લીના 800 ગામડાઓમાં થશે ઉજવણી
Divya Kashi Bhavya Kashi: દિવ્ય કાશી ભવ્ય કાશી અન્વયે અરવલ્લીના 800 ગામડાઓમાં થશે ઉજવણી

  • નરેન્દ્ર મોદી દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી યોજનાનું લોકાર્પણ
  • અરવલ્લીના 800 ગામડાઓમાં ઉજવણી
  • મહિલા મોરચા દ્વારા કળશ યાત્રાનુ આયોજન

અરવલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Kashi Vishwanath Corridor Inauguration) દ્વારા 13 ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના કાશીમાં (kashi vishwanath temple varanasi) દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ (Divya Kashi Bhavya Kashi) યોજાવાનો છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના 800 જેટલા ગામોના શિવાલય, મંદીર તેમજ ગામના જાહેર સ્થળો પર ઓછામાં ઓછા 200થી 300 લોકોને ઉજવણીમાં સામેલ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

Divya Kashi Bhavya Kashi: દિવ્ય કાશી ભવ્ય કાશી અન્વયે અરવલ્લીના 800 ગામડાઓમાં થશે ઉજવણી

મહિલા મોરચા દ્વારા કળશ યાત્રાનુ આયોજન

જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલ વોર્ડમાં તેની ઉજવણીમાં કોર્પોરેટર, મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી તે દિવસને ભવ્ય બનાવવામાં આવશે, જ્યારે યુવા મોરચા દ્વારા બાઇક રેલી તેમજ મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા પણ કાઢવામાં આવશે.

ભવ્યતિભવ્ય કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ

આ અન્વયે જિલ્લાના મુખ્યમથક મોડાસામાં આવેલ કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભવ્યતિભવ્ય કાર્યક્રમ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે પ્રભારી જયશ્રીબેન દેસાઈ તેમજ મહામંત્રી ભીખાજી ડામોર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો:

Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

Kashi Vishwanath Corridor Inauguration: 13 ડિસેમ્બરે PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, 3 હજારથી વધુ સાધુ-સંતોને આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.