ETV Bharat / state

અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેઈનમેન્ટ પ્લાન રજૂ કરાયો

author img

By

Published : Mar 27, 2020, 12:00 AM IST

etv bharat
અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેઈનમેન્ટ પ્લાન રજૂ કરાયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા કન્ટેઈનમેન્ટ પ્લાનની યોજના અંગેની બેઠક કલેક્ટરની હાજરીમાં યોજાઈ હતી.

મોડાસા: સમ્રગ વિશ્વ કોરોના વાયરસના કેેેેેેેહેરનો ભોગ બની ચૂકી છે.ત્યારે દેશમાંં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.તેમજ કોરોના વાયરસને અટકાવવા વડા પ્રધાન દ્વારા સામાજીક અંતર જાળવવાની વાત કરવામાં આવી છે. તેની શરૂઆત મોડાસામાં કલેક્ટર દ્વારા યોજાયેલ બેઠકમાં જોવા મળી હતી. જેમાં દરેક અધિકારીઓ વચ્ચે નિયત અંતર કરીને બેઠકની શરૂઆત કરી હતી.

બેઠકમાં સંક્રમણને નિયંત્રણ કરવા ભૌગોલિક વિસ્તાર અનુસાર ગામ,નગર,વોર્ડ કે કોલોનીમાં કોઈ કેસ નોંધાય તો એપીડેમીક એક્ટ અન્વયે કન્ટેઇનમેન્ટ પગલા લેવાના થાય છે જેમાં આ વિસ્તારમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સિવાય વધારાની અવર-જવર પર પ્રતિબંધ લગાવવાની રહેશે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલીયા, નિવાસી અધિક કલેક્ટર આર.જે વલવી આરોગ્ય અધિકારીશ્ર ડો. અમરનાથ વર્મા સહિય અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.