ETV Bharat / state

મોડાસામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી

author img

By

Published : Jan 26, 2020, 11:49 PM IST

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં 26 જાન્યુઆરીના રોજ 71મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. સહિત અન્ય અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Modasa
મોડાસા

મોડાસા: અરવલ્લી જિલ્લાના લોકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા આરોગ્ય રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જેમણે આઝાદીની ચળવળમાં બલીદાન આપ્યા છે, તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણ સાથે સ્વરાજ થકી સુ-રાજ્યની સ્થાપનાની કલ્પના પણ કરી હતી. ભારતવાસીઓને આજે સાચા અર્થમાં સુ-રાજની અનુભૂતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે, ગાંધીજીના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચા અર્થમાં સાકાર કર્યું છે.

મોડાસામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી
Intro:મોડાસામા પ્રજાસત્તાક પર્વની રંગા રંગ દબદબાભેર ભવ્ય ઉજવણી

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ૨૬ જાન્યુઆરી 71 મા પ્રજાસત્તાક પર્વની આન,બાન,શાન સાથે રાષ્ટ્રઘ્વજ ત્રિરંગા લહેરાવી સલામી આપી રંગારંગ દબદબાભેર ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો પર્વ ધનસુરા ખાતે આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં સહકારી જીન ખાતે યોજાયો હતો . આ પ્રસંગે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર , એસ.પી મયુર પાટીલ ,ડી.ડી.ઓ અનીલ ધામલીયા તેમજ અન્ય અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સાથે જિલ્લા કલેકટર ડી.ડી.ઓ અને ડીએસપી એ ખુલ્લી જીપ માં અભિવાદન જીલ્યું હતું.


Body:અરવલ્લી જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં જેમણે બલીદાન આપ્યા છે તેમણે શ્રેષ્ઠ ભારતના નિર્માણ સાથે સ્વરાજ થકી સુ-રાજ્યની સ્થાપના તેવી કલ્પના સેવી હતી. ભારતવાસીઓને આજે સાચા અર્થમાં સુ-રાજની અનુભૂતિ થઈ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે, તેમણે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારતને અભિયાન સ્વરૂપે હાથ ધરી દેશવાસીઓને સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા છે.

Conclusion:આ ઉપરાંત મોડાસા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ દધાલીયા ખાતે યોજવામાં આવ્યો હતો . મોડાસા શહેર 71 મા પ્રજાસત્તાક દિન નીમીત્તે શહેરની સરકારી કચેરીઓ સહીત શહેર પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. શહેરના દરેક વિસ્તારમાં દેશભક્તિના ગીતો સતત દિવસભર ગુંજતા રહ્યા હતા.શહેરના નગરજનો મા 71 મા પ્રજાસત્તાક પર્વનો અલભ્ય ઉત્સાહ વર્તાતો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.