ETV Bharat / state

અરવલ્લીના 1.40 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મળશે

author img

By

Published : Feb 12, 2020, 6:57 PM IST

ખેડૂતોના હિત માટે સમગ્ર દેશમાં આરંભાયેલ પ્રધાનમંત્રી કિસાન યોજના અન્વયે લાભાર્થી ખેડૂતોને સહાય અને સહયોગ માટે સરકાર દ્વારા તારીખ 8 થી 23 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેની જાણકારી અંગે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

અરવલ્લી જિલ્લાના 1.40 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવશે
અરવલ્લી જિલ્લાના 1.40 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવશે

અરવલ્લી: જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક લાખ 40 હજાર ખેડૂતોને આવરી લેવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. જે પૈકી હાલ 63000 ખેડૂતો પાક ધિરાણનો લાભ મેળવી રહ્યા છે, જ્યારે બાકી રહેતા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ આપવા માટે જિલ્લામાં વહીવટીતંત્ર બેંકો સાથે મળીને તારીખ 23 ફેબ્રુઆરી સુધી વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખેડૂત ખાતેદારોને આ ઝુંબેશ દરમિયાન નિશુલ્ક ચાર્જથી કાર્યવાહી કરી આપવામાં આવશે.

અરવલ્લી જિલ્લાના 1.40 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવશે
કલેક્ટરે જણાવ્યું હતું કે, જે ખેડૂતો પાસે જમીન નથી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા પશુપાલકોને રૂપિયા 3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવશે. જેમાં એક વર્ષના નિયત સમય મર્યાદામાં ખેડૂત ખાતેદાર ચૂકવણી કરશે તો ઝીરો ટકા વ્યાજનો દર લાગુ પડશે. કિસાન ક્રેડિટ કાર્ડની પાત્ર ધરાવતાં લાભાર્થીઓને પ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરીક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ કે.સી.સીની લોન માટે અન્ય સર્વિસ ચાર્જ સહિત તમામ ચાર્જ માફ કર્યા છે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાની 133 બેંક શાખાઓમાં આ યોજના કાર્યાન્વિત છે. જેમાં પી.એમ કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતે નજીકની બેંક શાખા માં સંપર્ક કરવાનો રહેશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.