ETV Bharat / state

અરવલ્લી પોલીસે બાયડ અને મોડાસાથી દારૂની ખેપ મારી રહેલા ચાર બુટલેગરોને ઝડપ્યા

author img

By

Published : Dec 18, 2020, 9:40 PM IST

અરવલ્લી જિલ્લાના બાયડમાં પોલીસે એક કારમાંથી રૂપિયા 1 લાખ 44 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બીજી તરફ મોડાસામાં પોલીસે બે ઓટો રિક્ષાના ચોર ખાનામાંથી 100 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.

બુટલેગર ઝડપાયા
બુટલેગર ઝડપાયા

  • અરવલ્લી પોલીસે ચાર બુટલેગરોને ઝડપી પાડ્યા
  • કારમાંથી રૂપિયા 1 લાખ 44 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
  • ઓટો રિક્ષાના ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડમાં પોલીસે એક કારમાંથી રૂપિયા 1 લાખ 44 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બીજી તરફ મોડાસામાં પોલીસે બે ઓટો રિક્ષાના ચોર ખાનામાંથી 100 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.

બાયડ અને મોડાસાથી ઝડપાયા 4 બુટલેગર

અરવલ્લી જિલ્લાના બાયડમાંથી PI એન.જી. ગોહીલ અને તેમની ટીમે બાતમીના આધારે ગાબટ-ઉભારણ રોડ પર વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું. આ દરમિયાન એક કાર શંકસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. આ કારમાંથી રૂપિયા 1 લાખ 44 હજારના વિદેશી દારૂની 120 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે હરિયાણાના કૃષ્ણકુમાર સુમેરસિંહ જાટ અને સંજય સરદારસિંહ આહીરની ધરપકડ કરી કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂપિયા 6 લાખ 46 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા અમદાવાદના બુટલેગર ઝડપાયા

બીજી બાજુ DYSP ભરત બસિયાને બાતમી મળી હતી કે, બે સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. જેના આધારે એલસીબી પોલીસને સૂચના આપી મોડાસા હજીરા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસે હિંમતનગર તરફ જઇ રહેલી સીએનજી રિક્ષાનો પીછો કરી તેને અટકાવી તલાશી લેતા સ્થળ પર કંઈ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવી ન હતી. જોકે બાતમી ચોક્ક્સ હોવાને લઇ પોલીસે બંને રિક્ષા ચાલકોની આગવી ઢબે પૂછપરછ કરતા રિક્ષાવાળાઓ રિક્ષાની નીચે અને પાછળની સીટ પાસે બનાવેલું ચોરખાનું બતાવ્યું હતું. જેમાંથી 100 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા અમદાવાદના બંને બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.