ETV Bharat / state

મતદાન જાગૃતી માટે કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન કરાયું

author img

By

Published : Nov 6, 2022, 10:19 AM IST

લોકશાહીનો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022(gujarat essembly election 2022 ) ની ચૂંટણીને અનુલક્ષીને પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.

મતદાન જાગ્રુતી માટે કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન કરાયું
મતદાન જાગ્રુતી માટે કેન્દ્ર સરકાર દ્વારા ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદઘાટન કરાયું

શામળાજી(અરવલ્લી): લોકશાહીનો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી(gujarat essembly election 2022 ) ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા આયોજિત પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમને જિલ્લા કલેકટર નરેન્દ્ર કુમાર મીણા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

લોકશાહીનો અવસર અભિયાન: જિલ્લા કલેકટર દ્વારા આ પ્રસંગે ઉદબોદન આપતા જણાવવામાં આવ્યું કે,(grand public relations program) આ વખતે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

સરાહનીય કાર્ય: જેના ભાગરૂપે વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા મોટી સંખ્યામાં મતદારોને જાગૃત કરવાનું સફળ કાર્ય કરી રહ્યો છે. જે ખૂબ જ સરાહનીય કાર્ય છે. સાથે જ સરકારી તંત્ર દ્વારા કોઈપણ વ્યક્તિ મત આપવાથી ચૂકી ન જાય એના માટે ખાસ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જેના માટે સુગમ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

સ્લોગન સ્પર્ધાઓ: આ પ્રસંગે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અગ્રીમ પ્રચાર ના ભાગરૂપે શામળાજી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ , ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ ચિત્ર, સ્લોગન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે વિજેતાઓને જિલ્લા કલેકટર દ્વારા ઇનામ આપી પુરસ્ત કરવામાં આવ્યા હતા.

યુવાઓએ ભાગ લીધો: મતદાન જાગૃતિ નોડલ અધિકારી દ્વારા મતદાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિશેષમાં મતદાન જાગૃતિ તજજ્ઞ જયેશ મકવાણા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતુ, કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મતદાર જાગૃતિ રેલી થી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ભાગ લીધો હતો. વધુમાં આ પ્રસંગે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં મતદાતા જાગૃતિ સ્ટોલ માં મતદાન જાગૃતિ અંગે લીફલેટ પેમ્પલેટ ના વિતરણ સાથે મતદાન જાગૃતિ અંગે નોન વુવન બેગ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

વિશેષ અપીલ: કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેર જનતા માટે કેન્દ્રીય સંચાર બ્યુરોના સહયોગથી મેહુલ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા મતદાન જાગૃતિ નાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભિલોડા એ.આર.ઓ તેમજ મામલતદાર જીલ પટેલ, પ્રદર્શની અધિકારી સુમન મછાર તેમજ અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં અને ખાસ કરીને શામળાજીના મેળામાં આવતી જાહેર જનતા આ ફોટો પ્રદર્શન અને કાર્યક્રમો ને નિહાળે એ માટે વિશેષ અપીલ કરવામાં આવી હતી. સાથે કાર્યક્રમના ભાગરૂપે થનાર તમામ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રચાર અધિકારી જે ડી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.