ETV Bharat / state

સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભા મળી

author img

By

Published : Jun 2, 2021, 2:23 PM IST

આણંદની SP યુનિવર્સીટીમાં સિન્ડિકેટ સભા મળી હતી. શૈક્ષણિક અને વ્યવસ્થપનને લગતા વિવિધ મુદ્દા પર ચર્ચા કપાઇ હતી. જેમાં મહત્વના 5 વર્ષ જુના યુનીવર્સીટીને લગતા 29.22 કરોડ રુપિયાના હિસાબોને લઇને ચાલતા વિવાદનું નિરાકરણ લાવવા તપાસ સમિતિ બનાવવા માટે સિન્ડિકેટ સભ્યોએ મંજૂરી આપી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભા મળી
સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભા મળી

  • સરદાર પટેલ યુનિવર્સિટીમાં સોમવારે સિન્ડિકેટ સભા મળી
  • વિદ્યાર્થીઓ અને સંસ્થા ના હિતમાં લેવાયા નિર્ણયો
  • 29.22 કરોડ ના વર્ષ 2015 થી બાકી બોલતા હિસાબો અંગે તપાસ સમિતિની થઈ રચના

આણંદ: SP યુનિવર્સીટીમાં સિન્ડિકેટ સભા મળી હતી. શૈક્ષણિક અને વ્યવસ્થપનને લગતા વિવિધ મુદ્દા પર ચર્ચા કપાઇ હતી. જેમાં મહત્વના 5 વર્ષ જુના યુનીવર્સીટીને લગતા 29.22 કરોડ રુપિયાના હિસાબોને લઇને ચાલતા વિવાદનું નિરાકરણ લાવવા તપાસ સમિતિ બનાવવા માટે સિન્ડિકેટ સભ્યોએ મંજૂરી આપી હતી. સોમવારની આ સિન્ડિકેટ સભામાં આગામી ત્રણ મહીનામાં યુનિવર્સીટીને મળેલી ગ્રાન્ટ અને અન્ય આવકમાંથી કુલ 29.22 કરોડના હિસાબ અંગે તપાસ કરી રિપોર્ટ્ સિન્ડિકેટ સભ્યોને આપવા મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં 132 કામો મંજુર

બાકી પડતા હિસાબોને લઇ સોમવારની સિનડીકેટ સભામાં ચર્ચા કરાઇ હતી

વર્ષ 2010માં ચાર્ટડ એકાઉટન્ટ કેજી પટેલ અને રશ્મિકા ગણાતરાના સમયે સરદાર પટેલ યુનિવર્સીટીમાં રુપિયા 4 કરોડનું ડીફોલ્ટર હોવાનું બહાર આવ્યું હતુ. જે બાદ વર્ષ 2015ના એપ્રિલ માસમાં નાણાકીય વર્ષની શરુઆતમાં કે. જી. પટેલ દ્વારા યુનિવર્સીટીના પોતાના ફંડમાં રુપિયા 29.22 કરોડ બાકી બતાવ્યા હતા.તે દીવસ઼઼થી લઇ સોમવારે મળેલ સિન્ડિકેટ સભા સુધી આ હીસાબો બાકી પડતા આવ્યા છે. બાકી પડતા હિસાબોને લઇ સોમવારની સિનડીકેટ સભામાં ચર્ચા કરાઇ હતી. જેમાં તપાસ સમિતી બનાવ્યા બાદ રિપોર્ટ જમા કરાવવા માટે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: નવસારી-વિજલપોર પાલિકાની સોમવારે પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સામાન્ય સભા

અંદાજીત 5 કરોડના સાધનો બળી જતા યુનિવર્સીટીને કરોડોનું નુકસાન થયુ હતુ

યુનિવર્સીટી દ્વારા આ તપાસ સમિતીમા 1 પ્રોફેસર 1 સિએ 1 સિન્ડિકેટ સભ્ય અને યુનિવર્સીટીના ચિફ એકાઉન્ટ ઓફીસરની નિમણુક કરવામાં આવી. લોકડાઉન દરમિયાન યુનિવર્સીટી ના બાયો સાયન્સ વિ઼ભાગમાં લાગેલી આગ બાબતે 1 વર્ષ પુર્ણ થયા છતા કોઇ સમિતિની રચના કરેલી જેના રિપોર્ટ સિન્ડિકેટ સભામાં રજૂ કરાયેલા નથી. બાયોસાયન્સ વિભાગમાં ગત 2020ના જુન મહિનામાં લાગેલી આગમાં અંદાજીત 5 કરોડના સાધનો બળી જતા યુનિવર્સીટીને કરોડોનું નુકસાન થયુ હતુ. જે અંગેનો રિપોર્ટ સિન્ડિકેટ સભા સામે લાવવા માટે માગ ઉઠી હતી.

સિન્ડિકેટ સભામાં દરવખતે અલગ-અલગ મુદ્દાઓની ચર્ચા

સિન્ડિકેટ સભામાં દરવખતે અલગ-અલગ મુદ્દાઓની ચર્ચા કરાતી હોય છે, પરંતુ તેમાંથી કેટલા મુદ્દાના પરિણામો સંસ્થાના હિતમાં લેવાય છે તે જરુરી છે ત્યારે આ સિવાયના વિદ્યાર્થીઓ હિતના મુદ્દાની ચર્ચા પણ આજ બેઠક બાદ અલ્પેશ પુરોહિતે યુનિવર્સીટીએ કુલપતિને રજૂઆત કરી હતી. જેમાં ફી પરત બાબતના મુદ્દાને ધ્યાને રાખી સિન્ડિકેટ સ઼ભ્ય અલ્પેશ પુરોહિતને કુલપતિએ જરુરી અને આવશ્યક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાવા બાબતે જવાબ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.