ETV Bharat / state

આણંદમાં AC દૂર કરવાના પરિપત્રના અમલ પર ETV ભારતનો રિયાલિટી ચેક, વાંચો કેવી માહિતી સામે આવી

author img

By

Published : Feb 11, 2020, 4:36 PM IST

Updated : Feb 11, 2020, 5:01 PM IST

જિલ્લા પંચાયત કચેરીઓમાંથી વર્ગ-1 અને 2ની કચેરીઓમાંથી એર કન્ડિશનર દૂર કરવાનો પરિપત્ર થોડા સમય અગાઉ કરવામાં આવ્યો હતો. ત્યારે તેની ટાઈમલાઈન જાન્યુઆરી 31 2020ની રાખવામાં આવી હતી. આજની તારીખમાં આ પરિપત્ર અમલની શું સ્થિતિ છે, તે અંગે ETV Bharat દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી છે.

reality check against ac removal circular in anand
આણંદમાં AC દૂર કરવાના પરિપત્રના અમલની રીયાલિટી ચેકમાં શું સામે આવ્યું ?

આણંદ: રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓની કચેરી તથા તેમને મળતા સરકારી સાધનમાંથી એર કન્ડિશનર દૂર કરવા અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં 31 જાન્યુઆરી સુધી આ પરિપત્ર પર અમલ કરવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. જે અંગે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને સત્તા આપવામાં આવી હતી. જે અંગે આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે etv bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આણંદમાં AC દૂર કરવાના પરિપત્રના અમલ પર ETV ભારતનો રિયાલિટી ચેક

સમગ્ર મામલાનું રિયાલિટી ચેક કરતા આણંદ જિલ્લા પંચાયતની કચેરી ખાતે અધિકારીઓ તેમ જ અન્ય સહાયક સ્ટાફની ચેમ્બરોમાં એર કન્ડિશનર જૈસે થેની પરિસ્થિતિમાં જોવા મળ્યાં હતાં. સરકારી પરિપત્ર હોવા છતાં પગલાં ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતી હોવા અંગે જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખનેને પૂછવામાં આવ્યું તો પ્રમુખ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યાં હતા.

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહીડાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એ.સી.નો પરિપત્ર સીધો જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર ડી ડી ઓ સુધી સમિતિ છે. સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કોઈ વિચાર વિમર્શ કરતી નથી અને પ્રમુખને કોઈ જ સીધો પરિપત્ર આપતી નથી અને સરકાર અધિકારી દ્વારા સીધો વહીવટ ચલાવે છે. સરકારે ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવું જોઈએ કે, સાચે ક્યાં કામ કરવાની જરૂર છે. સરકાર પરિપત્ર કરે તો સીધો પ્રમુખને કરવો જોઈએ કે આટલા નીતિ નિયમો છે અને તેનું પાલન કચેરીઓમાં કરાવવાનું છે. વધુમાં સરકાર પર સીધો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે, જિલ્લાપંચાયતના પ્રમુખનું વજન રહેવા દીધું નથી અને અધિકારી રાજ ચાલુ કરી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જે દિશામાં નિર્ણય લેવા જોઈએ તે દિશામાં નિર્ણય લઇ રહી નથી અને એર કન્ડિશનર બાબતે પરિપત્ર બહાર પાડી આર્થિક વિકાસ થતો અટકાવવાની વાતો કરે છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ અને પોતાનું અંગત મંતવ્ય આપતાં જણાવ્યું હતું કે, એર કન્ડિશનના ઉપયોગથી કર્મચારીઓની કાર્યશક્તિમાં વધારો થાય છે. જેનાથી તેઓ વધુ ઝડપી અને સારું કામ કરી શકવા સક્ષમ બને છે. વધુમાં તેમણે સરકારને ટકોર કરી હતી કે, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગરિમા જળવાઈ રહે અને સરકાર સીધો પરિપત્ર જિલ્લા પંચાયતના પ્રમુખને કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકવાની તેમણે રજૂઆત કરી હતી.

સમગ્ર ઘટના અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અધિકારીના પીએ દ્વારા સાહેબ વ્યસ્ત હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા વ્યસ્તતાને કારણે તે ફોન પણ ઉપાડી શક્યાં નહોતાં. હવે જોવું રહ્યું કે, આણંદ જિલ્લાના વ્યસ્ત જિલ્લા વિકાસ અધિકારીને સરકારી પરિપત્રનો અમલ કારવાનો ક્યારે સમય મળે છે.

Intro:રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત કચેરી માં વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓ ની કચેરી તથા તેમને મળતા સરકારી સાધન માં થી એરકન્ડિશન્ડ ને દૂર કરવા અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં 31જાન્યુઆરી સુધી આ પરિપત્ર પર અમલ કરવા નું અલટીમેશન પણ આપવામાં આવ્યું હતું. જે અંગે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી ને સત્તા આપવામાં આવી હતી.જે અંગે આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે etv bharat દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવ્યું તો ચોંકાવનારી માહિતી સપાટી પર આવી.


Body:સમગ્ર મામલા નું રીયાલીટી ચેક કરતા આણંદ જિલ્લા પંચાયત ની કચેરી ખાતે અધિકારીઓ તેમજ અન્ય સહાયક સ્ટાફ ની ચેમ્બરો માં એર કંડીશનર જેસે થે ની પરિસ્થિતિ માં જોવા મળ્યા હતા,સરકારી પરિપત્ર હોવા છતા પગલાં ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતીહોવા ની માહિતી જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ને કરવામાં આવી તો પ્રમુખ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા.

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા એ etv bharat સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતુંકે સરકાર દ્વારા એ.સી. નો પરિપત્ર સીધો જિલ્લા વિકાસ અધિકારી ને કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર ડી ડી ઓ સુધી સીમિત છે,સરકાર ચુંટાયેલા પ્રતિનિધિ ઓ સાથે કોઈ વિચાર વિમશ કરતી નથી અને પ્રમુખ ને કોઈજ સીધો પરિપત્ર આપતી નથી અને સરકાર અધિકારી દ્વારા સીધો વહીવટ ચલાવે છે,સરકારે ખરેખર ચુંટાયેલા પ્રતિનિધિ ઓને પૂછવું જોઈએ કે સાચે ક્યાં કામ કરવાની જરૂર છે.અને સરકાર પરિપત્ર કરે તો સીધો પ્રમુખ ને કરવો જોઈએ કે આટલા નીતિનિયમો છે અને તેનું પાલન કચેરીઓમાં કરાવવાનું છે.વધુમાં સરકાર પર સીધો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતુંકે સરકારે ચુંટાયેલા પ્રતિનિધિ એટલેકે જિલ્લાપંચાયત ના પ્રમુખ ની ઘરભીતા રહેવા દીધી નથી અને સરકારે અધિકારી રાજ ચાલુ કરી દીધું છે.

નરસિંહ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે જે દિશામાં નિર્ણય લેવા જોઈએ તે દિશામાં નિર્ણય લઇ રહ્યા નથી અને એર કન્ડિશન બાબતે પરિપત્ર બહાર પાડી આર્થિક વિકાસ થતો અટકાવવાની વાતો કરે છે ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારવું જોઈએ અને પોતાનું અંગત મંતવ્ય આપતાં તેમણે જણાવ્યું હતું કે એર કન્ડિશન ના ઉપયોગથી કર્મચારીઓની કાર્ય શક્તિમાં વધારો થાય છે જેનાથી તેઓ વધુ ઝડપી અને સારું કામ કરી શકવા સક્ષમ બને છે વધુમાં તેમણે સરકારને ટકોર કરી હતીકે જીલ્લા પંચાયત માં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગરીમાં જળવાઇ રહે અને સરકાર સીધો પરિપત્ર જિલ્લા પંચાયતના પ્રમુખ ને કરે તો વધુ સારી રીતે કામગીરી થઇ શકવાની તેમણે રજૂઆત કરી હતી.

સમગ્ર ઘટના અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અધિકારી ના પીએ દ્વારા સાહેબ વ્યસ્ત હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા વ્યસ્તતાને કારણે તે ફોન પણ ઉપાડી શક્યા નહોતા હવે જોવું રહ્યું કે આણંદ જિલ્લા ના વ્યસ્ત જિલ્લા વિકાસ અધિકારી ને સરકારી પરિપત્ર નો અમલ કારવાનો ક્યારે સમય મળે છે.


Conclusion:બાઈટ : નટવરસિંહ મહિડા (પ્રમુખ આણંદ જિલ્લા પંચાયત)
Last Updated : Feb 11, 2020, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.