ETV Bharat / state

પેજ સમિતિ: મતદાનના દિવસે મતદારો સુધી પહોંચવાનો ડેટા તૈયાર

author img

By

Published : Jan 27, 2021, 9:39 PM IST

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોએ ગતિવિધિ તેજ કરી દીધી છે. આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને કાર્યકરો દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાઈ
ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાઈ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાઈ
  • પેજ સમિતિ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ
  • સંગઠન અને કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં થશે મદદરૂપ

આણંદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદમાં 6000 જેટલી પેજ સમિતિની રચના કરીને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ચૂંટણી નિરીક્ષક અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ETV BHARAT સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની સૂચના પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકરોએ મતદાર યાદીના પેજ પ્રમાણે પેજ સમિતિ દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અને મતદારો સુધી પહોંચવામાં સરળતા ઉભી કરવાના તાત્પર્યથી પેજ સમિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યાં પ્રમાણે મતદાર યાદીમાં એક પેજમાં 30 મતદારો હોય છે. જેમાંથી દરેક પેજમાંથી ઓછામાં ઓછા 5 મતદારોના ફોટો સાથે પેજ સમિતિનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં ઘણા કિસ્સામાં 5 થી વધારે સભ્યો સાથેની પેજ સમિતિ બનાવવામાં આવતી હોય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ

મહિલાઓને પેજ સમિતિમાં પ્રાધાન્ય આપીને યાદી તૈયાર કરવામાં આવી

રંજન બેને વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌથી પહેલા 25156 મહિલાઓને પેજ સમીતીમાં આવરી લઈને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે. તે બાદ આણંદ જિલ્લામાં થી પણ મહિલાઓને પેજ સમિતિમાં પ્રાધાન્ય આપીને યાદી તૈયાર કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં તથા તાલુકાઓમાં કોંગ્રેસનો દબદબો

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં તથા તાલુકાઓમાં કોંગ્રેસનો દબદબો વધુ રહ્યો છે, આણંદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન રહ્યું છે, ત્યારે આ પેજ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી માઈક્રો મેનેજમેન્ટ થકી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમદા પ્રદર્શન કરી જિલ્લામાં તથા તાલુકાઓમાં ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો રંજનબેને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.