Pre monsoon Operations : પ્રિ મોન્સુન કામગીરીને લઈને કલેક્ટરે અધિકારીઓને કર્યા દોડતા...!

author img

By

Published : Jun 8, 2022, 1:57 PM IST

Pre monsoon Operations : પ્રિ મોન્સુન કામગીરીને લઈને કલેક્ટરે અધિકારીઓને કર્યા દોડતા...!

આણંદ જિલ્લામાં પ્રી મોન્સૂન (Pre monsoon Operations) કામગીરીને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓને સાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કલેક્ટરે પ્રિ મોન્સૂનને કેટલી ફરિયાદો મળી રહી હતી જેને લઈને જાતે જ નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતી. તો બીજી તરફ કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચનાએ પણ આપી હતી.

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કાંસની સફાઈ કામગીરીનું આજે કલેકટર મનોજ દિક્ષણીએ સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ માત્ર કાગળપર જ કામગીરી બતાવી કામ પૂર્ણ કરતા હોવાની નગરમાં ચર્ચાઓ ઉઠી હતી. જેને લઈને કલેક્ટરે આણંદ વિસ્તારમાં વિવિધ સ્થળો પર નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પ્રિ મોન્સુન કામગીરીને લઈને કેટલી (Pre monsoon Operations) સુચનાઓ પણ આપી હતી.

પ્રિ મોન્સુન કામગીરીને લઈને કલેક્ટરે અધિકારીઓને કર્યા દોડતા

આ પણ વાંચો : ચોમાસાની લોકો મજા માણી શકે તે માટે આ નગરપાલિકા શું કરી રહી છે જૂઓ

કલેકટરે કરી તાકીદ - કલેકટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને સમગ્ર જિલ્લામાં કાંસની સફાઈ (Bronze cleaning in Anand) સમયમર્યાદામાં પૂરી થાય અને ચોમાસા દરમિયાન પાણી ભરાવવાનો પ્રશ્ન ન ઉદભવે તેવી કામગીરી કરવા તાકીદ કરી હતી. આ મુલાકાત દરમિયાન આણંદના પ્રાંત અધિકારી વિમલ બારોટ, કાંસ વિભાગ- માર્ગ-મકાન વિભાગ અને સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર, રેલવે અધિકારી, મામલતદાર શહેર-ગ્રામ્ય સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આણંદમાં અમીન ઓટો, વલ્લભ વિદ્યાનગર રેલ્વે સ્ટેશન, લોટીયા ભાગોળ, વ્યાયામ શાળા, ભાલેજ ઓવરબ્રિજ અને સામરખા-લાંભવેલ વિસ્તારમાંથી પસાર થતા કાંસની રુબરુ મુલાકાત લેવામાં આવી હતી.

આ પણ વાંચો : Dilapidated Buildings in Bhavnagar : ભાવનગરમાં જર્જરિત ઇમારતોને લઈને મેયરની નોટીસ, પાલન નહીં કરો તો પગલાં

સાફ સફાઈ દેખાશે નરી આંખે - ઉલ્લેખનીય છે કે, આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા કાંસોની વર્ષ દરમ્યાન સાફ-સફાઈ કે ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાની સફાઈ અને કચરાના ખડકાયેલા ઢગ દૂર કરવા મામલે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ, ઘણા કિસ્સાઓમાં કાંસમાંથી ફેલાતી અસહ્ય દુગંર્ધની સ્થાનિકોની કાયમી ફરિયાદ રહેવા પામતી હોય છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રિમોન્સૂન પ્લાનિંગમાં કાંસોની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા પૂર્વ આ કામગીરી સાચા અર્થમાં કેટલા ટકા પૂર્ણ થશે તે તો સમય જ કહેશે. કારણ કે, ચોમાસામાં વરસાદી (Pre monsoon Operations Anand) પાણી વહન કરતું હોવાથી કાંસમાં કેટલી ઊંડાઈ સુધી સાફ સફાઈ કરવામાં આવી હશે તે નરી આંખે પણ જાણવું મુશ્કેલી બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.