ETV Bharat / state

આણંદમાં ઈંટોના ભઠ્ઠામાંથી મળ્યું માનવ કંકાલ, જમીન માલિકને જીવતો સળગાવ્યો હોવાની આશંકા

author img

By

Published : Dec 21, 2019, 11:47 PM IST

આણંદઃ બોરસદના બોદાલ ગામમાં ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ ઈંટોના ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. આ ગામમાં અંદાજીત 6 માસ અગાઉ રહસ્યમય રીતે એક આધેડ લાપતા થયો હતો. આ કંકાલ તે વ્યક્તિનું હોય અને તેને ઈંટોના ભઠ્ઠામાં જીવતો સળગાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Human skulls found from a brick kiln in annad
Human skulls found from a brick kiln in annad

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલ ગામની પાસે આવેલા સૂર્યપુરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠામાંથી 18 તારીખના રોજ એક માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલ મળી આવવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

ઈંટોના ભઠ્ઠામાંથી મળ્યું માનવ કંકાલ, જમીન માલિકને જીવતો સળગાવી દેવાની આશંકા
Human skulls found from a brick kiln in annad
ઈંટોના ભઠ્ઠામાંથી મળ્યું માનવ કંકાલ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સૂર્યપુરા વિસ્તારમાં આવેલ ટીટોડા પટ્ટામાંથી માનવ કંકાલ મળ્યાની માહિતી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. જે વાતની જાણ બોરસદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરતા કેટલાક માનવ હાડકા પ્રાપ્ત થયા હતા. હાલ આ હાડકાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં ફોરેન્સીક તપાસ માટે મોકલી આપી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈંટોનો ભઠ્ઠાની જમીનના માલિક કાંતિભાઈ છે. કાંતિભાઈ ગોહિલ છ માસ અગાઉ ગુમ થયા હતા. તેમને આ જમીન ઉત્તર પ્રદેશના બહાર આલમને ઈંટોના ભઠ્ઠા માટે ભાડે આપી હતી. તેમની આ જમીન પર આવેલા ઈંટોના ભઠ્ઠામાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું.

આ મામલે બોરસદ પોલીસ દ્વારા જમીન માલિકના દીકરા અને ઈંટોના ભઠ્ઠાના માલિકને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરી હતી. બીજી તરફ આ બાબતે કથિત મૃતકના સગા સંબંધીઓને પૂછતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે, કાંતિભાઈ બુધાભાઈ ગોહિલ પોતાની જમીનમાં ઇંટોના ભઠ્ઠા માટે મૂળ યુપીના બહાર આલમને આ જગ્યા ભાડે આપી હતી. જે જમીનના ભાડા મુદ્દે કાંતિભાઈ અને બહાર વચ્ચે તકરાર થતા કાંતિભાઈને દારૂ પીવડાવીને ઈંટોના ભઠ્ઠામાં નાખી દીધો હોવાની શંકા વ્યક્ત કરી હતી. બુધવારે માનવ કંકાલ મળ્યું હતું એ તેમનું આવ્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. કાંતિભાઈના પરિવાર છેલ્લા છ માસથી કાંતિભાઈની શોધ કરી રહ્યા હતા, પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નહોતો.

હવે ઈંટોના વેચાણની સિઝન ચાલુ થતા ભઠ્ઠાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ માનવ હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજરને જોતા હાજર મજૂરો બીકના માર્યા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ભઠ્ઠાના માલિક બહાર આલમ દ્વારા માનવ કંકાલ એકત્ર કરી કાંતિભાઈના દિકરાના હાથે તેનું મહીસાગર નદીમાં વિસર્જન કરાવ્યું હતું. આ વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે ઘટનાનો તાગ મેળવવા સંપુર્ણ તપાસ હાથ ધરી હતી. પેટલાદ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ધોળકા ટીટોડા પટ્ટામાંથી મળી આવેલ માનવ કંકાલને પરીક્ષણ અર્થે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. નદીના પટમાંથી પણ માનવ કંકાલના અસ્થીઓ એકઠા કરી સંપૂર્ણ પરીક્ષણ કરાવવામાં આવશે. ગામ લોકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવશે. આ માનવ કંકાલ કોનું છે, મૃત્યુનું સાચુ કારણ શું છે, વગેરે સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કંકાલ જમીન માલિક કાંતિભાઈનો છે કે કેમ, તે અંગે તપાસ કરવા માટે કાંતિભાઈના પુત્રનું ડીએનએ સેમ્પલ લઇ આ કંકાલના ડીએનએ સાથે મૅચ કરવામાં આવશે. જેથી મૃતક વ્યક્તિની ઓળખ થઇ શકે.

ઉલ્લેખનીય છે કે, કાંતિભાઈ ગોહિલ છેલ્લા છ માસથી ગુમ થયેલ છે. તેમની માલિકીની જમીન પર ચાલતા ઈંટોના ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ કંકાલ જમીન માલિક કાંતિભાઈનું છે કેમ અને જો આ કંકાલ કાંતિભાઈનું ન હોય તો કોનું છે તે પણ મહત્વનો સવાલ છે. કોઈ સાથે અકસ્માત થયો હોવાની શંકા પણ બહાર આલમે વ્યક્ત કરી છે. હાલ બોરસદ પોલીસે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:લોકેશન :- બોદાલ બોરસદ.આણંદ ગત તારીખ 18 ડિસેમ્બર ના રોજ બોરસદ તાલુકા ના સૂર્યપુરા (બોદાલ) સીમ વિસ્તાર માંથી અંદાજીત ૬ માસ અગાઉ રહસ્યમય રીતે લાપતા થયેલા એક જમીન માલિકને ઈંટોના ભઠ્ઠામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની છે


Body: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગામની પાસે આવેલ સૂર્યપુરા વિસ્તારમાં chimney bricks ના ભઠ્ઠા માંથી 18 તારીખના રોજ મળી આવેલ માનવ કંકાલ એ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર સૂર્યપુરા વિસ્તારમાં આવેલ ટીટોડા પટ્ટામાંથી માનવ કંકાલ મળ્યાની માહિતી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી ત્યારે બોરસદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે ઈંટોના ભઠ્ઠામાં તપાસ કરતા કેટલાક માનવ હાડકાં પ્રાપ્ત થયા હતા હાલા હાડકાઓને એફએસએલમાં મોકલી આપીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ મામલે બોરસદ પોલીસ દ્વારા જમીન માલિકના દીકરા ને અને ઈંટોના ભઠ્ઠાના માલિકને પૂછપરછ કરવા માટે પોલીસ મથકે બોલાવી ઉંડાણની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી બીજી તરફ આ બાબતે તેઓ ના સગા સંબંધીઓને પૂછતા કરતાં તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાંતિભાઈ બુધાભાઈ ગોહિલ પોતાની જમીનમાં ઇંટોના ભઠ્ઠા પાડવા માટે મૂળ યુપીના બહાર આલમને જગ્યા ભાડે આપી હતી દરમિયાન જમીન ના ભાડા બાબતે તકરાર થતાં કાંતિભાઈ ને દારૂ પીવડાવીને ઈટોના ભઠ્ઠામાં નાખી દીધા હોવાની ઘટના તેમના દ્વારા વર્ણવવામાં આવી હતી જેને કારણે તેઓ સળગી જતા મૃત્યુ પામ્યા હતા અને આજે તેમનું માનવ કંકાલ બહાર આવ્યું હોવા નો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવે છે. કાંતિભાઈ ના પરિવાર નો છેલ્લા છ માસથી કાંતિભાઈ ની શોધ કરી રહ્યા હતા પરંતુ તેમનો કોઇ પત્તો મળ્યો નથી દરમિયાન હવે ઈંટોના વેચાણની સિઝન ચાલુ થતા ભઠ્ઠા માંથી બહાર કાઢવાનું ચાલુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન એક હાડપિંજર મળી આવ્યું હતું આ હાડપિંજર ને લઈને જોતા ત્યાં હાજર મજૂરો બીકના માર્યા ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા ત્યારે ભઠ્ઠાના માલિક બહાર આલમ દ્વારા માનવ કંકાલ એકત્ર કરી કાંતિભાઈ ના દિકરા ના હાથે તેનું મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ વાત પોલીસ સુધી પહોંચી જતા પોલીસે ઘટનાનો તાગ મેળવવા પણ પૂરી તપાસ હાથ ધરી છે. પેટલાદ પોલીસ અધિક્ષક ધોળકા ટીટોડા પટ્ટામાંથી મળી આવેલ માનવ કંકાલ અને પરીક્ષણ અર્થે એફ એસ એલ કચેરીએ મોકલી આપવામાં આવ્યા છે પટ્ટમાંથી મળી આવેલ માનવ કંકાલ નું પૂર્ણ પરીક્ષણ કરાવવા માં આવશે અને ગામલોકો દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પર ઝીણવટ ભરી તપાસ કરી માનવ કંકાલ કોના છે તથા મૃત્યુનું સાચુ કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવશે. મળેલ કંકાલ જમીનમાલિક કાંતિભાઈ ના છે કે કેમ તે અંગે તપાસ કરવા માટે કાંતિભાઈ ના પુત્ર નું ડીએનએ સેમ્પલ લઇ કાંતિભાઈ ના ડીએનએ સાથે મૅચ કરવામાં આવશે જેથી મૃતક વ્યક્તિની ઓળખ થઇ શકે અને તેના મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર આવી શકે. ઉલ્લેખનીય છે કે કાંતિભાઈ ગોહિલ છેલ્લા છ માસથી ગુમ થયેલ છે અને તેમની માલિકીની જમીન પર ચાલતા ઈટોના ભઠ્ઠામાં થી માનવ કંકાલ મળી આવ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કંકાલ જમીનમાલિક કાંતિભાઈ નું જ હોવું જોઈએ પરંતુ તપાસના અંતે જો આ કંકાલ જમીન માલિક નું નીકળે તો પોલીસ દ્વારા કંકાલ નો ડી.એન.એ ટેસ્ટ કરાવીને કાંતિભાઈ નું છે કે કેમ તે અર્થે તપાસ હાથ ધરવામાં આવનાર છે અહીં સવાલ એવો પણ થઇ રહ્યો છે કે કદાચ ડીએનએ ટેસ્ટમાં કાંતિભાઈ નું ન હોય તેવું ફલિત થાય તો પછી સવારે ઉઠશે કે આ કંકાલ કોનું છે કરવામાં આવી હતી કે કોના સાથે અકસ્માત થયો હતો તે તમામ આવનાર દિવસોમાં તપાસ નો ધમધમાટ પૂર્ણ થયા બાદ જ ખુલવા પામી શકે તેમ છે. હાલ બોરસદ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવીને આ કેસને ઝીણવટભરી રીતે મોત નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ: એ બી ગોહિલ(સ્થાનિક) બાઈટ:ચીમનભાઈ ગોહિલ(સ્થાનિક) બાઈટ:સોનલ બેન ગોહિલ(કનુંભાઈ ના પુત્રી) બાઈટ:આર એલ સોલંકી (dysp પેટલાદ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.