ETV Bharat / state

આંકલાવ મામલતદાર દ્વારા સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયુ, 4.34 લાખના ઘઉંની થતી હેરાફેરી અટકાય

author img

By

Published : Dec 17, 2020, 8:02 PM IST

આણંદ જિલ્લાના આંકલાવ મામતલદાર દ્વારા ગરીબોને આપવામાં આવતા સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા ઝડપાયેલી અનાજની ટ્રકમાં 4 લાખથી વધુના ઘઉંની બોરીઓ હતો. આ અનાજ ભરેલી ટ્રકને વીરસદ થી ગાંધીધામ લઇ જતા હતા.

આંકલાવ મામલતદાર દ્વારા સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયુ,
આંકલાવ મામલતદાર દ્વારા સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયુ,

  • આણંદના આંકલાવમાં સરકારી અનાજનો મસમોટો જથ્થો ઝડપાયો
  • મામલતદારની ટીમે અનાજની ગેરકાયદેસર થતી હતી હેરાફેરી ઝડપી
  • 4.34 લાખના ઘંઉના 475 કટ્ટા જપ્ત કરાયા
  • ડ્રાઇવર અને ક્લીનર સહીત 2 લોકોની અટકાયત

આણંદઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી પરિવારોને ધ્યાને રાખી તેમને સરકારી કોટામાંથી રાહત દરે અનાજ પૂરું પાડવામાં આવતું હોય છે. જે અનાજનો જથ્થો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે અને તેમના જીવનનિર્વાહમાં મદદરૂપ થઈ રહે તે તાત્પર્યથી સરકાર દ્વારા મોકલવામાં આવતો હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સરકારી અનાજ લાભાર્થી સુધી પહોંચવાને બદલે કાળા બજારમાં વેચાઇ જતા હોવાના કિસ્સાઓ બનતા હોય છે, આવો જ એક કિસ્સો જિલ્લાના આંકલાવ પાસે બન્યો છે. આંકલાવ પાસે આવેલા આશોદર માર્ગ પરથી મામલતદાર દ્વારા સરકારી ઘઉંનો મોટો જથ્થો ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે, તેમજ આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સરકારી અનાજની ગેરકાયદેસર થતી હતી હેરાફેરી

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરરીતિ થતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ અગાઉ પણ ઉમરેઠમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે મોડી રાત્રે આંકલાવ મામલતદાર દ્વારા સરકારી અનાજનો મોટો જથ્થો ભરીને હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. આ ઘઉંની બોરીઓ વીરસદ થી ગાંધીધામ લઇ જતા દરમિયાન બાતમીના આધારે મામલતદાર દ્વારા ઝડપવામાં આવ્યો છે.

4 લાખથી વધુના ઘંઉના કટ્ટા જપ્ત કરાયા

આંકવા મામલતદાર દ્વારા ઝડપી પાડવામાં આવેલા ટ્રકમાં સરકારી અનાજના કુલ 475 કટ્ટા ભરેલા હતા. જે અનાજ સરકાર દ્વારા ગરીબોને પહોંચાડવા માટે ભંડાર મોકલવામાં આવતું હોય છે. તેવા અનાજને વેપારીઓને કાળા બજારમાં વેચવાનું કૌભાંડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં અંદાજિત સાડા ચાર લાખ રૂપિયાનો માલ જપ્ત કરી મામલતદાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ડ્રાઇવર અને ક્લીનર સહીત બે લોકોની અટકાયત

આ ઘટનામાં મોડી રાતના આંકલાવ મામલતદાર દ્વારા ટ્રકને અટકાવી ટ્રકમાં બેસેલા ડ્રાઈવર અને કલીનરની સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરવાના ગુના અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર જ્યારે મામલતદાર દ્વારા ટ્રકને રોકવામાં આવી હતી ત્યારે ડ્રાઇવર અને કલીનર દ્વારા મામલતદાર સાથે દાદાગીરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે અંગે મામલતદારે આંકલાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બન્ને શખ્સોને બાનમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વીરસદ થી ગાંધીધામ લઇજતા દરમિયાન ઝડપાયો

મામલતદાર દ્વારા ટ્રકમાં 475 ઘઉંના કટ્ટા સરકારી અનાજને જિલ્લાના વિરસદ ગામે થી કચ્છમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ડ્રાઇવર પાસેથી મળેલી માહિતી મુજબ આ જથ્થો તેણે આણંદ જિલ્લાના વિવિધ ગામેથી ભર્યો હતો. જેને રાત્રિના અંધકારમાં સગેવગે કરી કચ્છના ગાંધીધામ સુધી પહોંચાડવાનો હતો. જે આંકલાવના મામલતદારની દખલગીરીથી કૌભાંડ આચરતા અટકી ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.