ETV Bharat / state

'પંચાયત પર કોનું રાજ' જાણો સારસા જિલ્લા પંચાયત બેઠકના મતદારોનો શું છે મિજાજ

author img

By

Published : Feb 5, 2021, 10:42 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આણંદ જિલ્લામાં અલગ-અલગ તાલુકાના જિલ્લા પંચાયત બેઠકો પર મતદારોનો શું છે મિજાજ ? અને પંચાયત વિસ્તારમાં આગમી ચૂંટણી બાદ કોનું રાજ આવી શકે તે જાણવા ETV BHARATની ટિમ આણંદ જિલ્લાની સારસા જિલ્લા પંચાયત બેઠક ખાતે પહોંચી હતી.

આણંદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી
આણંદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી

  • આણંદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી
  • જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ બેઠક છે 'સારસા'
  • સ્થાનિક મતદારો જિલ્લા પંચાયતના પ્રતિનિધિથી સંતુષ્ટ
  • 25,000 મતદારો ધરાવતી બેઠક.

આણંદઃ સારસા જિલ્લા પંચાયત બેઠકમાં કુલ 4 ગામનો સમાવેશ થાય છે. જેમાં સારસા, વહેરાખાડી, ખેરડા, ખાનપુર ગામનો સમાવેશ થાય છે, આ બેઠક પર 25,000 જેટલા મતદારો મતાધિકાર ધરાવે છે. ગત જિલ્લા પંચાયત ચૂંટણીમાં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હેતલબેન સંજય પટેલનો 255 મતની પાતળી સરસાઈથી વિજય થયો હતો. જ્યારે અગાવની ચુંટણીઓમાં કોંગ્રેસનો વિજય થતો આવ્યો હતો.

સારસા
સારસા

આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ

આણંદ જિલ્લો સામાન્ય રીતે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ત્યારે સારસા બેઠક પર જીતેલા ઉમેદવારે આ વિસ્તારના ગ્રામજનો અને મતદારો માટે કયા પ્રકારના કામો કર્યા છે? અને થયેલા કામોથી કેટલાક મતદારો અસંતુષ્ટ પણ છે? સાથેજ આગામી સમયમાં આ મતદારો પોતાના આવનારા નવા પ્રતિનિધિ પાસે કયા કામોની અપેક્ષા રાખે છે? તે જાણવા માટે ઇટીવી ભારતની ટીમ દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી.

સારસા
સારસા

CCTV, WIFI જેવી સુવિધાઓ ઉભી કરવા સ્થાનિકોની રજુઆત

સામાન્ય રીતે દરેક ગ્રામ્ય વિસ્તારની તકલીફો અને વિસ્તારના ગ્રામજનોની અપેક્ષાઓમાં સમાનતા જોવા મળે છે, મતદારો પોતાના પ્રતિનિધિ પાસે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર વગેરે જેવી સુવિધાઓની અપેક્ષા રાખે છે અને આ જ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે જન પ્રતિનિધિ એ ખરા ઉતરવાનું હોય છે. ત્યારે આ વિસ્તારના મતદારોએ અગાઉ ચુટાયેલા હેતલ સંજય પટેલ દ્વારા કેવા પ્રકારના કામ કરવામાં આવ્યા છે.અને હવે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ્યારે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણીનો જંગ જામવાનો છે. ત્યારે મતદારો સાચા અર્થમાં કોને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરી વિજય બનાવે છે, તે જોવાનું રસપ્રદ બનશે! સારસા બેઠક પર સ્થાનિક નાગરિકોએ જિલ્લા પંચાયતના કામોથી સંતુષ્ટિ વ્યક્ત કરી હતી, સામાન્ય સમસ્યાઓ પર ઘણા કિસ્સામાં કામ કરવાની પણ પ્રજાએ આશા વ્યક્ત કરી હતી. જેમાં મુખ્યત્વે રસ્તાઓના નવીનીકરણ અને આધુનિક સુવિધાઓ માટે પ્રજાએ અપેક્ષા વ્યક્ત કરી હતી, સાથે ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાને ધ્યાને રાખી CCTV કેમેરા સાથે ડિજિટલ ભારતને પ્રોત્સાહન પૂરું પાડવા વાઇફાઇની સુવિધાઓ ઉભી કરવાની પણ સ્થાનિકોએ રજૂઆત કરી હતી.

સારસા
સારસા

સારસા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો થયો હતો વિજય

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તામાં રહી છે, તેમ છતાં સારસા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનીને પ્રજાને સંતુષ્ટ કરવામાં સફળ નીવડ્યા છે, ત્યારે પ્રજા એ પણ આ બેઠકમાં નજીવા કામોની અપેક્ષા સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરવા તૈયારી બતાવી હતી.

આ વિસ્તારમાં મુખ્યત્વે મતદારો ખેતી અને ખેત મજૂરી પર નિર્ભર
આણંદ જિલ્લા પંચાયતની સારસા બેઠક પર પાટીદાર અને ક્ષત્રીય મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ વિસ્તારમાં મુખ્યત્વે મતદારો ખેતી અને ખેત મજૂરી પર નિર્ભર રહે છે, ત્યારે ખેતી અને સીમ વિસ્તારના વિકાસના કામો માટે પ્રજા અપેક્ષાઓ રાખી રહી છે. આણંદ જિલ્લાની આ બેઠક પર અન્ય મતદારો જેવા કે, લઘુમતી સમાજ અને અન્ય જાતિઓના મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બને પક્ષઓના ચુનાવી એજન્ડા જ આ મતદારોને રીઝવવા માટે પક્ષને મદદરૂપ નીવડી શકે તેમ છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારસા બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે.

આણંદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.