ETV Bharat / state

કોણ બનશે GCMMFના ચેરમેન ? આજે લેવાશે નિર્ણય

author img

By

Published : Jul 23, 2020, 12:46 PM IST

આણંદ સ્થિત ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન વાઈસ ચેરમેન પદની ચૂંટણી યોજાનાર છે. ત્યારે મલાઈદાર પદ મેળવવા જુદા જુદા ડેરી સંઘોના ચેરમેનો દ્વારા ગાંધીનગરમાં કદવારોને મળી મલાઈદાર પદ મેળવવા બટર પોલિશ ચાલુ કરી દીધી છે.

anand
આણંદ

આણંદ : મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વાર્ષિક 38 હજાર કરતા વધારે રકમનો જંગી વહીવટ ધરાવે છે. અમૂલ બ્રાંડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટેની ચુંટણી 23 તારીખે યોજાઇ ગઇ પરંતુ હંમેશની જેમ ઈલેક્શનની જગ્યાએ સિલેકશનની જ પરંપરા ચાલતી આવી છે. જોકે, ફેડરેશનમાં રામ(સિંહ )રાજ રહેશે કે,પછી શ્રાવણ માસ શંકર(ચૌધરી )ને ફળશે કે, કેમ તે ચૂંટણી બાદ સામે આવશે.

કોણ બનશે GCMMFના ચેરમેન ? આજે લેવાશે નિર્ણય
જાણીએ કઈ રીતે થઇ ફેડરેશનની થઇ સ્થાપના, તેમજ સોથી વધારે સમય કોણે ચેરમેન પદ શોભાવ્યું

ભારતની આઝાદી પહેલા આણંદમાં પોલસન નામનો વેપારી દૂધ ડેરી ચલાવતો હતો. અને પશુપાલકોનું ખૂબ શોષણ કરતા સરદાર પટેલ અને ખેડૂત અગ્રણી ત્રિભુવનદાસ પટેલની આગેવાનીમાં અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સહકારી ધોરણે શરુ થયેલ અમુલ મોડલને ભારતભરમાં ઓપરેશન ફલડ હેઠળ અમલમાં મુકવામાં આવ્યું હતું.

1973માં ડોક્ટર વર્ગીશ કુરિયન દ્રારા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની સ્થાપના કરવામાં આવી હતી.

  • જેના ડિરેકટરો રાજ્યની જુદા જુદા જિલ્લાઓમાં આવેલ દુધસંઘો તેના સભ્યો બન્યા હતા.
  • ફેડરેશનની સ્થાપનાથી વર્ષ 2006 સુધી ચેરમેન પદે વર્ગિસ કુરિયન રહ્યા, અને 2006માં કુરિયનના રાજીનામાં બાદ બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળ સર્વાનુમતે ચેરમેન પડે નિયુક્ત થયા.
  • વર્ષ 2012માં દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી ચેરમેન પદે આવ્યા હતી, પરંતુ વિવાદોના કારણે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ચેરમેનનો કાર્યભાળ સાબર ડેરીના ચેરમેન જેઠા પટેલને સોપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2018 માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ પરમારને ચેરમેન પદે નિયુક્ત કરવામાં કરવામાં આવ્યા હતા. જોકે, ફરીથી રામસિંહ પરમાર ચેરમેન પદે નિયુક્ત થાય છે કે, પછી અન્ય કોઈ ડેરી સંઘના ચેરમેનને ફેડરેશનનું મલાઈ પદ મળે છે, તેના પર સહકારી ક્ષેત્રની નજર છે.
  • મિલ્ક માર્કેટિંગ ફેડરેશનથી રાજ્યના પશુપાલકોને ખુબ લાભ થઇ રહ્યો છે. આગામી કેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ જેનાથી રાજ્યના પશુપાલકોની આવક બમણી થઇ શકે,કેવો રોડ મેપ હોય તો પશુપાલકોને ફાયદો થઇ શકે ?

    ફેડરેશનનીમાં કઈ રીતે યોજાય છે ચૂંટણી ?


અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ફેડરેશનના સભ્ય સંઘો એવા રાજ્યની 18 ડેરી સંઘોના ચેરમેન ,ફેડરેશનના એમડી અને જિલ્લા રજિસ્ટર મળી કુલ 20 લોકો દ્વારા મત આપવામાં આવે છે. જોકે, ફેડરેશનની સ્થાપનાથી લઇ અત્યાર સુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઇ નથી. કારણ કે, ગાંધીનગરના આદેશથી જ ડિરેકટરો દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે પસંદગી કરવામાં આવે છે.

ફેડરેશન સાથે જોડાયેલા ડેરી સંઘોની અને મતદારની વાત કરવામાં આવે તો...

  1. અમૂલ ડેરી -આણંદ
  2. દૂધસાગર ડેરી -મહેસાણા
  3. સાબર ડેરી -સાબરકાંઠા
  4. બનાસ ડેરી -બનાસકાંઠા
  5. સુમુલ ડેરી -સુરત
  6. સુગમ ડેરી -વડોદરા
  7. પંચામૃત ડેરી -પંચમહાલ
  8. વસુધારા ડેરી-વલસાડ
  9. દૂધ ધારા ડેરી -ભરૂચ
  10. ઉત્તમ ડેરી -અમદાવાદ
  11. મધુર ડેરી -ગાંધીનગર
  12. ગોપાલ ડેરી રાજકોટ
  13. સુર સાગર ડેરી -સુરેન્દ્રનગર
  14. અમર ડેરી -અમરેલી
  15. સર્વોત્તમ ડેરી -ભાવનગર
  16. સરહદ ડેરી -કચ્છ
  17. સોરઠ ડેરી -જૂનાગઢ
  18. સુદામા ડેરી -પોરબંદર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.