Department of Labor and Employment: આણંદમાં કામદારોના શોષણની ફરિયાદ ઉઠી શ્રમ અધિકારી એ કાર્યવાહી હાથ ધરી

author img

By

Published : Jan 5, 2022, 7:54 PM IST

Department of Labor and Employment: આણંદમાં કામદારોના શોષણની ફરિયાદ ઉઠી શ્રમ અધિકારી એ કાર્યવાહી હાથ ધરી

જિલ્લામાં આવેલી મિલસેન્ટ કંપનીના લેબર કર્મચારીઓ દ્વારા જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી( Department of Labor and Employment)ખાતે જિલ્લા શ્રમ અધિકારીને સંબોધીને કરવામાં આવેલ અરજીમાં (Anand Labor Officer)કંપની પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.કામદારો દ્વારા સમગ્ર મામલે કરેલી રજુઆત મુજબ કંપનીમાં કામદારોને સરકારી નિયમો કરતા વિપરીત ઓછું વેતન ચુકવવામાં આવે છે. સાથે કામ માટેના સરકારી નિયમો મુજબના કલાકો કરતા વધારે કામ લેવામા આવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આણંદઃ જિલ્લામાં આવેલી મિલસેન્ટ કંપનીના લેબર કર્મચારીઓ દ્વારા જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી ખાતે( Department of Labor and Employment) જિલ્લા શ્રમ અધિકારીને સંબોધીને કરવામાં આવેલ અરજીમાં કંપની પર ગંભીર કહી શકાય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે મદદનીશ જિલ્લા શ્રમ અધિકારી (Anand Labor Officer)દ્વારા આજે કંપની ખાતે પહોંચીને સ્થળ તાપસના આદેશ આપવામાં આવ્યા હતા.

કંપનીને સમગ્ર મામલે નોટિસ

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના મદદનીશ શ્રમ અધિકારી (Gujarat Labor Welfare Board)દ્વારા આજે કરેલી તાપસમાં કંપનીમાં કામ પર હાજર કામદારો અને કંપની બહાર ઉભેલા અંદાજીત 30 જેટલા કામદારોના નીવેદન મેળવીને ખાતાકીય કામગીરી કરવામાં આવી હતી.જે અંગે કંપનીને સમગ્ર મામલે નોટિસ આપ્યા અંગેની પ્રકાશ નીનામાં શ્રમ કચેરીના તપાસમાં આવેલ અધિકારી દ્વારા મીડિયા સમક્ષ જાણકારી આપવામાં આવી હતી.

કામદારોના શોષણની ફરિયાદ

આ પણ વાંચોઃ Two Women in Relationship: રીંગ સેરેમની દ્વારા બે મહિલા ડોકટર બની હમસફર

કામદારોને સરકારી નિયમો કરતા વિપરીત ઓછું વેતન

ત્યારે બીજી તરફ મિલસેન્ટ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા સમગ્ર મામલે કરેલી રજુઆત મુજબ કંપનીમાં કામદારોને સરકારી નિયમો કરતા વિપરીત ઓછું વેતન ચુકવવામાં આવે છે. સાથે કામ માટેના સરકારી નિયમો મુજબના કલાકો કરતા વધારે કામ લેવામા આવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ પ્રકારના ગંભીર આક્ષેપો વચ્ચે કંપની પર થયેલી શ્રમ વિભાગની કામગીરીને અંતે કામદારોના હક માટે ઉભા થયેલા કર્મચારીઓને તેમના હકના લાભો શ્રમ કચેરી અપાવે છે કે કેમ તે હવે જોવું રહ્યું.હાલ જિલ્લામાં ઉઠેલા આ વિવાદે ખૂબ ચર્ચા એ વેગ પકડ્યો છે. આ અંગે કંપનીના સત્તાધીશો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા ગેટ પરથી કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો જેને લઇને આ બનાવ અંગે કંપની તરફ થી કોઈ યોગ્ય પ્રતિઉત્તર મળી શક્યો નથી.
આ પણ વાંચોઃ Department of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.