ETV Bharat / state

મહિલાઓના ઉત્થાન માટે 4 વર્ષથી કાર્યરત છે આણંદની આ સંસ્થા

author img

By

Published : Mar 8, 2021, 9:09 PM IST

સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સહકારી ગેસ મંડળી એવી ચરોતર સહકારી મંડળી દ્વારા ગત 4 વર્ષથી મહિલાઓને પગભર બનાવવા માટે એક નવા અભિગમ સાથે CNG પમ્પ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યા છે.

Charotar Cooperative Gas
Charotar Cooperative Gas

  • મહિલાઓના ઉત્થાન માટે ગત 4 વર્ષથી ચરોતર સહકારી ગેસ છે કાર્યરત
  • 50થી વધુ મહિલાઓને કરી છે પગભેર
  • વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા દ્વારા મહિલાઓને અપાઇ કારકિર્દીની તક

આણંદ : 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ આ દિવસની ઉજવણી મહિલાઓની સુખાકારી અને સમાજમાં તેમને આગવું સ્થાન મળે તે હેતુથી કરવામાં આવે છે, ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સહકારી ગેસ મંડળી એવી ચરોતર સહકારી મંડળી દ્વારા ગત 4 વર્ષથી મહિલાઓને પગભર બનાવવા માટે એક નવા અભિગમ સાથે CNG પમ્પ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યા છે.

મહિલાઓના ઉત્થાન માટે 4 વર્ષથી કાર્યરત છે આણંદની આ સંસ્થા

આ પણ વાંચો - Women's day : ETV Bharatની મહિલા કર્મચારીઓના દિલની વાત

ગેસ ભરવાના કામમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યુ છે

ચરોતર સેવા સહકારી ગેસ મંડળી લિમિટેડના આમ તો ઘણા ગેસ સ્ટેશનો છે, પરંતુ આણંદ શહેર પાસે જનતા ચોકડી અને નેશનલ હાઈવે પર આવેલા મોગર ગેસ સ્ટેશન પર ગેસ ભરવાના કામમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. અંદાજિત 50 જેટલી મહિલાઓ પગભર બની આ સંસ્થાના ગેસ સ્ટેશનો પર વિના સંકોચે કામ કરીને સમાજમાં એક નવી રોજગારીમાં મહિલાઓની સક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Charotar Cooperative Gas
વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા દ્વારા મહિલાઓને અપાઇ કારકિર્દીની તક

આ પણ વાંચો - ફિલ્મ જગતમાં ખ્યાતિ પામનાર ડાંગનાં અંતરિયાળ વિસ્તારની યુવતી મોનાલિસા પટેલ

મહિલાઓ દિવસ દરમિયાન 300થી 400 ગાડીઓમાં ગેસ ભરે છે

વિદ્યાનગર જનતા ચોકડી નજીક સોજીત્રા તરફ જવાના માર્ગ પર ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ આવેલો છે. જેના દ્વારા સીએનજી ગેસ સ્ટેશન ચલાવવામાં આવે છે. આ ગેસ સ્ટેશન પર મહિલાઓને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. સીએનજી ગેસ પમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં આવતા વાહનોમાં ગેસ ભરવાનું કામ પુરુષ કર્મચારીઓને બદલે મહિલા કર્મચારીઓ કરે છે. મહિલાઓ દિવસ દરમિયાન 300થી 400 ગાડીઓમાં ગેસ ભરે છે. આ સાથે જ અનેક પરીક્ષાઓમાં પણ સીએનજી ગેસ ભરવાનું કામ મહિલાઓ વિના સંકોચે કરી રહી છે.

Charotar Cooperative Gas
મહિલાઓના ઉત્થાન માટે ગત 4 વર્ષથી ચરોતર સહકારી ગેસ છે કાર્યરત

આ પણ વાંચો - કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી કરાઈ

મહિલાઓ સરળતાથી કામ કરતી નજરે પડે છે

એશિયાની સહકારી ક્ષેત્રે સૌથી મોટી સહકારી ગેસ મંડળીમાં મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા વિદ્યાનગરની જનતા ચોકડી અને મોગર અમુલ પ્લાન્ટની પાસે આવેલા ગેસ સ્ટેશનો પર મહિલાઓને ગેસના ફીલર તરીકે રોજગારી આપવાની શરૂઆત કરવામાં આવી છે. અંદાજિત 50 કરતાં વધુ મહિલાઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહી છે. વાહનો અને ઓટો રીક્ષામાં ગેસ ભરવામાં તથા જે પ્રમાણે આ કામગીરીમાં સામાન્ય રીતે પુરુષો કરતા જોવા મળતા હોય છે, તે જ પ્રમાણે મહિલાઓ પણ ખૂબ જ સરળતાથી આ કામ કરતી નજરે પડે છે, ત્યારે આજે વિશ્વ મહિલા દિવસે ગ્રાહકોએ પણ આ મહિલાઓની કામગીરીને વધાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો - અમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.