ETV Bharat / state

આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની નિમણૂક

author img

By

Published : Nov 9, 2020, 8:33 PM IST

આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની કમાન સોજીત્રા તાલુકાના મજબૂત આગેવાન વિપુલભાઈ પટેલને સોંપવામાં આવી છે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો ભારતીય જનતા પાર્ટી માટે સફળ સાબિત કરવો એ નવનિયુક્ત ભાજપ પ્રમુખ માટે પડકાર સમો સાબિત થશે કે કેમ તે અંગે તેમણે ETVBharat સાથે ખાસ વાતચીત કરી હતી.

આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની નિમણૂક
આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની નિમણૂક

  • ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના સંગઠન પ્રમુખની થઈ વરણી
  • વિપુલભાઈ પટેલની થઇ નિમણૂક
  • સોજીત્રા વિધાનસભા બેઠક પર બે વખત લડી ચૂક્યાં છે ચૂંટણી
  • મહેશભાઈ પટેલને સ્થાને વિપુલભાઈ પટેલને આપવામાં આવ્યું સ્થાન
  • સાંસદ મિતેશ પટેલના અંગત છે વિપુલભાઈ


    આણંદઃ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સોજીત્રા તાલુકાના વતની એવા વિપુલ પટેલ ની વરણી કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પ્રેરિત કહી શકાય તેવી પાંચ કોંગ્રેસની વિધાનસભાવાળો વિસ્તાર છે. ત્યારે એક મુલાકાત દરમિયાન વિપુલ પટેલે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારીનું પાલન કરી ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે જ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા આણંદ જિલ્લાને આગામી દિવસોમાં કોંગ્રેસના ગઢની છાપને ભૂતકાળ સાબિત કરવા પ્રયત્ન કરશે.
    મહેશભાઈ પટેલને સ્થાને વિપુલભાઈ પટેલને આપવામાં આવ્યું સ્થાન
    મહેશભાઈ પટેલને સ્થાને વિપુલભાઈ પટેલને આપવામાં આવ્યું સ્થાન

બીજીતરફ નવનિયુક્ત ભાજપ પ્રમુખ વિપુલ પટેલે પોતાની વરણીને લઇને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના ગઢ આણંદને કઇ રીતે સર કરશે વિપુલ પટેલ જાણો આ વિડીયોમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.