ETV Bharat / state

આણંદ ટાઉન PI જે આર.પટેલની અચાનક બદલી કરી,લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર

author img

By

Published : Oct 18, 2022, 5:01 PM IST

આણંદ ટાઉન PI જે આર.પટેલની અચાનક બદલી કરી,લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર
આણંદ ટાઉન PI જે આર.પટેલની અચાનક બદલી કરી,લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર

આણંદ ટાઉન PI જે આર. પટેલની અચાનક બદલી કરી,લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે. PI જે આર. પટેલ આણંદ (PI in Anand Town) આવ્યા અને જીલ્લાનું વડામથકનું અતી વ્યસ્ત કહેવાતું પોલીસ સ્ટેશન આણંદ ટાઉનમાં પીઆઈ તરીકે 15 દિવસ પહેલા જ મુકાયા હતા.આજે અચાનક જે આર. પટેલની એકાએક બદલી કરીને તેમને લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

આણંદ વિધાનસભા ચૂંટણી પહેલાં વહીવટી અને વ્યવસ્થાપનના ભાગ રૂપે સરકારી અભિકારીઓની બદલીઓનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. એવામાં ઘણી એવી પણ બદલીઓ કરવામાં આવી રહી છે કે જેમાં હાલમાં જ હજુ કચેરીમાં કાર્યભાર સંભાળ્યો હોય અને સહકર્મીઓના હજુતો નામ પણ પૂછ્યા ના હોય અને પુનઃ બદલીના આદેશ કરાયા હોય, આવીજ ઘટનામા ખેડા જિલ્લામાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેટરની બડતી મેળવીને આણંદ જિલ્લામાં આવેલા જે આર પટેલ સાથે બન્યું છે.

બદલીના આદેશ ખેડા જિલ્લામાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેટરની બડતી મેળવીને આણંદ જિલ્લામાં આવેલા જે આર પટેલ સાથે બન્યું છે. પટેલ આણંદ આવ્યા અને જીલ્લાનું વડામથકનું અતી વ્યસ્ત કહેવાતું પોલીસ સ્ટેશન આણંદ ટાઉનમાં (PI in Anand Town) પીઆઈ તરીકે 15 દિવસ પહેલા જ મુકાયા હતા.આજે અચાનક જે આર. પટેલની એકાએક બદલી કરીને તેમને લીવ રીઝર્વમાં મુકી દેવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

ડીએસપીનો હુકમ તેમની જગ્યાએ અગાઉ ટાઉન પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા અને હાલમાં બોરસદ શહેર પોલીસ મથકે ફરજ બજાવી રહેલા આર. આર. સાલવીને મુકવાનો ડીએસપી પ્રવિણકુમારે હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ઉપર ઘોંસ સુત્રોના જણાવ્યા અનુસાર હજી 28મી તારીખના રોજ પીઆઈનું પ્રમોશન લઈને આણંદ જિલ્લામાં બદલી પામેલા જે. આર. પટેલને આણંદ શહેર પીઆઈ તરીકે (Promotion of PI) મુકવામાં આવ્યા હતા. પીઆઈનો ચાર્જ સંભાળતા જ તેમણે શહેરીમાં ખાનગી રાહે પણ ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ઉપર ઘોંસ બોલાવી હતી. તમામ બુટલેગરોને પોલીસ મથકે બોલાવીને કડક ભાષામાં ચીમકી આપી હતી. ત્યારબાદ આણંદ શહેરને અજગરી ભરડો ભરનાર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે તેમણે અભિયાન હાથ ધર્યું હતુ. જેને લઈને ટુ અને ફોર વ્હીલર સહિત સેંકડો વાહનો ડીટેઈન કરી દીધા હતા. જેથી ભારે ઉહાપોહ થતાં રાજકીય દબાણથી પીઆઈની બદલી કરીને લીવ રીઝર્વમાં મૂકી દેવામાં આવ્યાની ચર્ચા ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.