ETV Bharat / state

આણંદ પોલીસે ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Nov 27, 2021, 8:57 PM IST

Updated : Nov 27, 2021, 9:47 PM IST

આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Anand's Local Crime Branch)બાતમીના આધારે આણંદ પાસેથી પસાર થતા હાઇવે 48 પર વોચ ગોઠવીને એક ટ્રકને અટકાવી તેના ડ્રાઈવર અને કંડકટરને અટકાવી પૂછપરછ કરતા સામાનની આડમાં દારૂની હેરા ફેરી(Alcohol Hera Ferry on Highway 48) કરાતી સામે આવ્યું હતુ.LCB પોલીસે (Anand LCB Police)ટ્રકના પાછળના સામાનના સ્ટોરેજના ભાગે અન્ય સમાનના આડમાં ખાનું બનાવી સંતળેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ભારતીય બનાવટ વાળો વિદેશી દારૂ મળી આવતા પકડાયેલ બંને શખ્સો સામે ગુનો (Arrest of accused with alcohol)નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આણંદ પોલીસે ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરી
આણંદ પોલીસે ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરી

  • સેનિટરીના સમાનની આડમાં લાખોદારૂ ઝડપાયો
  • આણંદ LCB પોલીસે કરી કાર્યવાહી
  • બાતમીના આધારે આણંદ LCB પોલીસે દારૂ ઝાડપી પાડ્યો

આણંદઃ રાજ્યમાં આમતો દારૂબંદી (Alcohol banned in the state )છે,પરંતુ દારૂના રસિયાઓની રાજ્યમાં બિલકુલ ખોટ નથી અને આવા શોખીનો શોખ પુરા કરવા માટે એક છૂપું બુટલેગરોનું નેટવર્ક ચાલતું હોય છે. જેમાં ઘણા કિસ્સામાં તંત્રના અધિકારીની પણ રહેમનજર હોવાનું બહાર આવતું હોય છે. તે સાથે ઘણા કિસ્સામાં તંત્ર દ્વારા દારૂબંધીની ચુસ્ત અમલવારી કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે તેવોજ એક બનાવ આણંદમાં જોવા મળ્યો હતો.

સામાનની આડમાં દારૂની હેરા ફેરી

આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચના (Anand's Local Crime Branch)માણસો એક ગુપ્ત બાતમી મળી હતી જેના આધારે પોલીસે આણંદ પાસેથી પસાર થતા હાઇવે 48 પર વોચ ગોઠવીને એક ટ્રકને અટકાવી તેના ડ્રાઈવર અને કંડકટરને અટકાવી પૂછપરછ કરતા ટ્રકમાં દેશી ટોયલેટના સામાન અને અન્ય સેનિટરીનો સમાન હોવાનું ડ્રાઈવર દ્વારા રટણ કરવામાં આવ્યું હતું. પોલીસે ઝીણવટ ભરી રીતે તાપસ કરતા સુકાઘાસના પડામાં વિટેલા ચીનાઈ માટીના ટબની આડમાં અન્ય સમાન હોવાની હકીકત સામે આવતા ટ્રકને આણંદ LCB કચેરી(Anand LCB Police) લાવી ખાલી કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગુપ્ત ખાનાઓ બનાવી લવાતો દારૂ

LCB પોલીસે(Anand LCB Police) ટ્રકના પાછળના સામાનના સ્ટોરેજના ભાગે અન્ય સમાનના આડમાં ખાનું બનાવી સંતળેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.LCBએ આણંદ ટાઉન પોલીસની હદમાં ઝડપેલ ટ્રકને આણંદ ટાઉન પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા ટ્રક માંથી 496 પેટી (7608 નંગ બોટલ) કિંમત રૂપિયા 24,52,760 નો ભારતીય બનાવટ વાળો વિદેશી દારૂ (Arrest of accused with alcohol)હોવાની ખાતરી થતા પકડાયેલ બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારો શખ્સોની ધરપકડ કરી

જેમાં પકડાયેલ બંને શખ્સોએ નામ જણાવતાં ડ્રાઈવર રાજેશકુમાર ઉર્ફે કાલુ રામેશ્વર બિન હુકમી પંડિત (અત્રિ)રહે રાજોડીગડી બોગીપુર,તા.ગનોર જી સોનિપત,હરિયાણા અને તેની સાથે પકડાયેલ અન્ય વ્યક્તિ(કંડકટર) અનિલ મેહરસિંગ કશ્યપ રહે બોગીપુર,તા.ગનોર. જી સોનિપત હરિયાણા હોવાનું જણાવી માલ ભરી આપનાર રામલાલ રહે અંબાલાનો હોવાનું જણાવ્યું હતું.

બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

આણંદ પોલીસે પકડાયેલ બે શખ્સો અને અંબાલાના રામલાલ સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલામાં આણંદ ટાઉન પોલીસે કુલ 44,62,800 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબ્યુસન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવનાર સમયમાં આ દારૂ કોને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને રાજકોટની મળેલી બીલટીના સ્થળે આ દારૂનો કોઈ છેડો અડે છેકે કેમ તે તમામ દીશામાં ઝીણવટ ભરી તાપસ હાથ ધરાશે તો રાજ્ય માં દારૂબંધી ના કાયદા નું ઉલ્લંઘન કરતા મોટા બુટલેગરોના નામ સામે આવે તેવી શકયતા ઓ વ્યકત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?
આ પણ વાંચોઃ Mission School of Excellenceમાં વર્લ્ડ બેન્કે 500 મિલિયન ડોલર ફન્ડિંગ મંજૂર કર્યું

Last Updated : Nov 27, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.