ETV Bharat / state

Anand News : આણંદના કલેકટરના વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો, કેબિનમાં સ્યાય કેમેરા લગાવવાનું ષડયંત્ર

author img

By

Published : Aug 19, 2023, 9:40 PM IST

Anand News : આણંદના કલેકટરના વાયરલ વિડીયો મામલે મોટો ખુલાસો, કેબિનમાં સ્યાય કેમેરા લગાવવાનું ષડયંત્ર
Anand News : આણંદના કલેકટરના વાયરલ વિડીયો મામલે મોટો ખુલાસો, કેબિનમાં સ્યાય કેમેરા લગાવવાનું ષડયંત્ર

આણંદ કલેક્ટર ડી એસ ગઢવીનો થોડા દિવસો પહેલાં મહિલા સાથેનો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને મામલાને લઇ તપાસ કમિટી નીમવામાં આવી હતી. કમિટીની તપાસમાં કલેક્ટરની ફસામણીને લઇને ચોંકાવનારા ખુલાસા થયાં છે.

કલેક્ટરની ફસામણીને લઇને ચોંકાવનારા ખુલાસા

આણંદ : 9 ઓગસ્ટે આણંદ જિલ્લાના કલેકટર ડી એસ ગઢવીનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ સરકાર દ્વારા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવા આવ્યા હતાx. સમગ્ર ઘટનામાં એજન્સીને તપાસ સોંપવામાં આવી હતી, વાયરલ થયેલા વિડીયો અંગે કરવામાં આવેલ એજન્સીની તપાસમાં આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના ત્રણ જેટલા અધિકારીઓ શંકાના ધેરાવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા : જે તપાસમાં આણંદના સસ્પેન્ડેડ કલેક્ટરને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતાં. તપાસમાં થયેલા ઘટસ્ફોટમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવાયા હોવાનું બહાર આવ્યું હતું.કલેક્ટર ડી એસ ગઢવીને ફસાવવા તેમની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થતાં આણંદમાં એક મહિલા અધિકારી કેતકી વ્યાસની પૂછપરછમાં અન્ય ત્રણ જેટલા લોકોની સંડોવણીની હકીકત બહાર આવી હતી. જે તમામની હાલ એજન્સી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

મામલાની ગંભીરતા પારખીને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક ગુપ્ત રાહે તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. જે સંદર્ભે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસને સફળ અંજામ અપાયો છે. આણંદ ટાઉન પોલીસ મથકમાં એટીએસ પીઆઈ જે પી રોજીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં 389, 120(બી) 354(સી), 67(એ), 66(ઇ) કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને તેની તપાસ અમે એલસીબીને સોંપી છે. આ ઘટનામાં 3 મુખ્ય આરોપી છે. કેતકી વ્યાસ, જયેશ પટેલ અને હરીશ ચાવડા. આ ત્રણે મળીને સ્પાય કેમેરા ઇનસ્ટોલ કરી તેમને બ્લેકમેઇલ કરવાની, આર્થિક લાભ મેળવવા માટે ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ તેમાં એક મહિલાને પણ શામેલ કરી હતી...પ્રવીણ કુમાર મીણા (એસપી, આણંદ)

અધિકારીઓની પૂછપરછ : ત્રણેયની આકરી પૂછપરછમાં થયા મોટા ખુલાસા થવાની સંભાવનાઓ વધી રહી છે, સાથે મહિલા SDMએ ષડયંત્ર રચ્ચાનો ખુલાસો થાય તેવી ચર્ચાઓ સરકારી આલમમાં ચર્ચાઓ ચાલી રહી છે..નાયબ મામલતદાર અધિકારી જે. ડી. પટેલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મામલાની તપાસ કરતી ટીમ દ્વારા એડીએમ કેતકી વ્યાસને એલસીબી કચેરીએ લઇ જવામાં આવ્યાં છે. ત્યારે કલેક્ટર ડી એસ ગઢવીની કેબિનમાં સ્પાય કેમેરા અને વિડીયો અંગે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ત્રણેય અધિકારીઓની આણંદ એસપી દ્વારા એલસીબી કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી શકે છે.

શું હતો મામલો : આણંદના કલેકટર ડી એસ ગઢવીને મહિલા સાથે કઢંગી હાલતમાં કથિત વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહીને લઈને અનેક તર્કવિતર્ક જોવા મળ્યાં હતાં. જેને પગલે ગાંધીનગર સચિવાલય દ્વારા આણંદના કલેકટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. ડી એસ ગઢવીની ગેરવર્તણૂક અને નૈતિક પતન બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું કારણ દર્શાવાયું હતું..આણંદ જિલ્લા કલેકટર ડી એસ ગઢવીનો વાયરલ થયેલો વિડીયો મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો હતો. જે બાદ તેમની સામે શિસ્ત ભંગના પગલા લેવાયાં હતાં સાથે તપાસ માટે કમિટી નીમી હતી.

  1. Anand Collector: આણંદ કલેક્ટરને તાત્કાલિક કરાયા સસ્પેન્ડ, એક વીડિયો ક્લિપમાં લેવાયો ભોગ
  2. Gandhinagar Crime : ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા ક્લેક્ટર એસ કે લાંગા કર્યા જેલહવાલે, જૂઓ કેટલા દિવસ રહ્યાં રીમાન્ડમાં
  3. Anand Crime : ખંભાત નપાના નિવૃત્તિના આરે ઉભેલા ફાયર ઓફિસર લાંચના છટકામાં ઝડપાયાં, ફાયર એનઓસી માટે લાંચ માગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.