Anand Gram Panchayat Result: સમાજ માટે પ્રોત્સાહન પૂરું પાડતી ઘટના, સરોગેટ મધર બન્યા સરપંચ

author img

By

Published : Dec 21, 2021, 11:02 PM IST

Updated : Dec 22, 2021, 2:53 PM IST

Anand Gram Panchayat Result: સમાજ માટે પ્રોત્સાહન પૂરું પાડતી ઘટના, સરોગેટ મધર બન્યા સરપંચ

આણંદ (Anand Gram Panchayat Result) જિલ્લાના બોરસદ તાલુકાના ગોરવા ગામે સરપંચ તરીકે ભાનુબેન વણકરનું બિનહરીફ ચૂંટાઈ આવવું સમાજ દ્વારા સરોગેસીને સ્વીકૃતિ માટે નવા સીમાચિહ્નરૂપ બની ગયું છે.

આણંદ: બે વખત સરોગેટ બની ચૂકેલા ભાનુ વણકર (43) સરોગેટ મધર (surrogate mother becomes Sarpanch) થકી પોતાની કોખ થકી બે નિઃસંતાન દંપતીઓને જોડિયા બાળકોને જન્મ આપી તેના ગર્ભને ભાડે આપીને બે પરિવારના જીવનમાં સંતાન પ્રાપ્તિની ખુશીઓમાં ફેરવી નાખી છે, ભાનું બહેન વર્તમાનમાં ચાલી રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં આણંદ (Anand Gram Panchayat Result) જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ ગોરવા ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય આવ્યા છે.

મારા લગ્ન 15 વર્ષની નાની ઉંમરે થયા

ગોરવા ગામના સરપંચ (Gujarat Gram Panchayat election result 2021) તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું ભાનુબહેનના જીવનમાં વધુ એક ઉપલબ્ધિ સમાન બની ગયું છે, ખુબ જ ગરીબીથી ઘેરાયેલાં પરિવારના ભૂતકાળમાંથી મુક્ત કરવા માટે સ્ત્રી તરીકેના સન્માનસમાં તેમની કોખને ભાડે આપવાનો અઘરો અને બિનપરંપરાગત માર્ગ પસંદ કરીને બે પરિવારોને સંતાન પ્રાપ્તિની અમૂલ્ય ભેટ આપી હતી. ભાનુબેન આ અંગે ETV BHARAT ને જણાવ્યું હતું કે, "મારો પરિવાર ખૂબ ગરીબીથી ઘેરાયેલો હતો, અમે કાચી ઝુંપડીમાં રહેતા હતા, પહેલાની સામાજિક પરંપરાને અનુરૂપ મારા લગ્ન 15 વર્ષની નાની ઉંમરે થયા હતા અને મારે લગ્ન પછી ત્રણ સંતાન હતા. બાળકોની જવાબદારી અને સાળસંભાળ માટે મોટાભાગનો સમય ઘરે રહેવું પડતું હતું.

ત્યાર બાદ મેં સરોગેટ બનવા માટે સાઈન અપ કર્યું

બીજી તરફ મારા પતિની કમાણી પણ રોજના વેતન પર ચાલતી હતી, જે બહુ મહેનતે દિવસના 200 રૂપિયાની કમાણી સાથે મારા પતિ ઘર ચલાવવા પ્રયત્ન કરતા હતા. જે આવકમાં ઘર ચલાવવા માટે સક્ષમ ન હતા. ઘણા દિવસો એવા પણ આવતા જ્યારે તેમને કામ મળતું પણ ન હતું. ત્યારે એક સમય તેવો આવ્યો હતો જ્યારે ગામના દુકાનના માલિકે અમને બાકી લેણાં ચૂકવાય નહીં ત્યાં સુધી અનાજ ન આપવા કહ્યું ત્યાર બાદ મેં સરોગેટ બનવા માટે સાઈન અપ કર્યું. તે સમય દરમિયાન મારી બહેને મને ડૉ. નયના પટેલની હોસ્પિટલ IVF હોસ્પિટલ વિશે જણાવ્યું કે, જેમાં ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ ધરાવતા નિઃસંતાન દંપતીને સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે મદદ કરવા માટે સરોગેટ્સની જરૂર છે, તેણે મને સરોગેટ મધર બનવા માટેનો વિચાર આપ્યો અને મારા પરિવારની આર્થિક ભીડ દૂર કરવા માટે પ્રોત્સાહિત કરી.

નયના પટેલની મુલાકાતે મારા જીવનમાં પરિવર્તનની પહેલ થઇ

આર્થિક સંકડામણને વસ નયના પટેલની હોસ્પિટલમાં ગઈ અને ડોક્ટર નયના પટેલ સાથે થયેલી એક મુલાકાતે મારા આખા જીવનમાં પરિવર્તનની પહેલ થઇ. ભાનુબેનએ જણાવ્યું હતું કે, "ત્રણ પુત્રોની માતા, હોવા છતાં મેં બે વાર સરોગેટ બનવાનું પસંદ કર્યું. પ્રથમ વખત મેં 2007માં જોડિયા બાળકોને જન્મ આપવા માટે રૂ. 3.5 લાખ ચૂકવવામાં આવ્યા હતા અને બીજી વખત 2011માં, મને રૂ. 5.5 લાખ ચૂકવવામાં આવ્યા હતા. કોઈ એવી વ્યક્તિ માટે કે જેમની પાસે સંતાન સુખ ન હતું તેવા પરિવાર દ્વારા મારા પરિવારને પાકું ઘર મેળવવા માટે સહાય કરી હતી. મારા એક યોગ્ય નિર્ણયને પરિણામે મારા પરિવારનું નસીબ બદલી નાખ્યું. મને મળેલા પૈસા ઘર બનાવવા માટે કામમાં આવ્યા, પોતાની ગીરો જમીન મુક્ત કરવી શક્યા, પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને પુત્રના લગ્ન કરાવ્યા. "તાજેતરમાં, એક સરોગસી બિલ પસાર કરવામાં આવ્યું છે, જેમાં શોષણને ટાંકીને સરોગસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જો કે, હકીકતમાં, સરોગસીએ મારું જીવન વધુ સારી રીતે બદલ્યું."

ગામે તેણીને બિનહરીફ સરપંચ તરીકે સ્વીકારી

ભાનુબેન કે જેઓ જીવનમાં ક્યારેય સ્વતંત્ર કોઈ સ્થળ પર જવા માટે સક્ષમ ન હતા તેનાં બદલે સરોગેટ બનવાના નિર્ણય લીધા પછી તે ઘણા આત્મનિર્ભર બન્યા છે અને આજે તે સ્વયં નારી શક્તિ માટે જાગૃતિ લાવવા માટે સક્ષમ બન્યા છે. તેઓ હાલમાં નેની તરીકે કામ કરે છે અને નવા માતા-પિતાને મદદ કરીને તેમના બાળકો સાથે સ્થાયી થવામાં મદદ કરે છે. ભાનું બહેન સરોગેટ મધર બનીને બે પરિવારને સંતાન પ્રાપ્ત કરાવ્યા પછી હાલ પોતાના ગામ ગોરવાના 2,000ની વસ્તીનું નેતૃત્વ કરવા માટે ગામના વડા તરીકે સરપંચ પદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. ગામે તેણીને બિનહરીફ સરપંચ તરીકે સ્વીકારીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો. જે અંગે તે કહે છે કે, તેના પર ગામના નાગરિકોએ મુકેલ વિશ્વાસ પર કામ કરીને ગામની મહિલાઓને સશક્ત બનાવવા માટે વધુ પ્રયત્ન કરશે અને ગામને સારા રસ્તાઓ, ગટર જોડાણ અને સરકારી કાર્યક્રમોનો વધુમાં વધુ લાભ અપાવી ગામને ઉન્નતિને માર્ગે લઇ જવા માટે પ્રયત્નો કરશે.

સમાજમાં ભાનુબેન જેવા અનેક દાખલ

આ અંગે વિખ્યાત IVF સ્પેશિયાલિષ્ટ ડો.નયના પટેલે જણાવ્યું હતું કે, ભાનુબેનના જીવનમાં સરોગેટ બન્યા બાદ આવેલ પરિવર્તનત એ સાબિત કરે છે કે, સરોગેસીએ સ્ત્રી માટે શોષણ નહીં, પરંતુ તેને સક્ષમ બનાવવા મદદરૂપ બને છે. જે સ્ત્રી 10 મિનિટ માટે ઘર બહાર નોહતી જઈ શકતી તે આજે સરોગેટ બનીને પરિવારને પાલવે છે અને પારિવારિક જવાબદારી નિભાવે છે, સરોગેસી થકી બે પરિવારોની ઉન્નતિ થાય છે, એક પરિવારને સંતાન પ્રાપ્તિ થાય છે. તો બીજાને આર્થીક સામાજિક સમસ્યામાંથી બહાર આવવા માટે સક્ષમ કરે છે. આજે સમાજમાં (Inspiration for society )ભાનુબેન જેવા અનેક દાખલ છે. જેમાં સરોગેસીમાં મળેલા નાણાં થકી મહિલાઓ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે. તો કોઈ પરિવાર પર આવેલી આકસ્મીક મુશ્કેલીઓનો અંત લાવી શકવા માટે સક્ષમ બની છે.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat election Result 2021: જાણો એક ક્લિક પર, કોણ છે તમારા ગામના નવા સરપંચ......

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election Result 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં અનોખા કિસ્સા, જાણો

Last Updated :Dec 22, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.