Anand Child abuse case 2021 : ૬ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરનાર દોષિતને 20 વર્ષની કેદ પડી

author img

By

Published : Dec 29, 2021, 1:39 PM IST

Anand Child abuse case 2021 : ૬ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરનાર દોષિતને 20 વર્ષની કેદ પડી

આણંદ કોર્ટ દ્વારા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના કેસમાં (Anand Child abuse case 2021) દોષિતને 20 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. ૬ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરનાર દોષિત જગમાલ ભરવાડને 20 વર્ષની કેદની (Punishment of Child abuse case) સજા થઈ છે.

આણંદઃ જિલ્લાના તારાપુર તાલુકાના ખડા ગામે રહેતા 6 વર્ષના બાળકનું અપહરણ કરીને ગામના બળિયાદેવ મંદિર પાછળ લઈ જઈને તેના ઉપર બળજબરીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Anand Child abuse case 2021) કરનાર 25 વર્ષીય યુવક જગમાલ ભરવાડને આણંદની અદાલતે તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની (Punishment of Child abuse case) સજા ફટકારી છે. સરકારી વકીલ એ. એસ. જાડેજાની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સજાનો હુકમ કરતા એડિશનલ સેશન્સ જજ જી. એચ. દેસાઈ દ્વારા આ ચૂકાદો આપવામાં આવ્યો હતો.

શું બન્યું હતું

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર તારાપુર તાલુકાના ખડા ગામે રહેતો 6 વર્ષીય બાળક ગત 4-9-2019ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે સ્કૂલે જતો હતો ત્યારે જગમાલ ઉર્ફે જગાભાઈ ભલાભાઈ ભરવાડ (ચોસલા ઉ.વ. 25 રે. ખડા ભરવાડની ઝોક, તારાપુર) આવી પહોંચ્યો હતો અને બાળકનું રસ્તામાંથી અપહરણ કરીને ઉંચકીને નજીકમાં આવેલા બળિયાદેવ મંદિર પાછળ લઈ ગયો હતો અને ત્યાં કપડાં કાઢી નાંખીને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય આચર્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો (Anand Child abuse case 2021) દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને 6-9-19ના રોજ જગમાલની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ આણંદની અદાલતમાં ચાર્જશીટ ફાઈલ (Punishment of Child abuse case) કરી હતી.

વધુમાં વધુ સજા કરવા અપીલ હતી

આ કેસ આણંદના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ એ. એસ. જાડેજાએ દલીલો કરતાં જણાવ્યું હતું કે છ વર્ષના બાળકનું અપહરણ કરીને તેના પર જાતીય અત્યાચાર (Anand Child abuse case 2021) ગુજારવામાં આવ્યો છે. જે ભોગ બનનાર, ફરિયાદી તેમજ સાહેદોની જૂબાની અને રજૂ થયેલા મેડિકલ સહિતના દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. સમાજમાં આ પ્રકારના જધન્ય અપરાધોનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આરોપી જગમાલે એક નાના બાળકને પોતાની હવસનો શિકાર બનાવીને તેની જિંદગી સાથે રમત કરી છે. આવા સંજોગોમાં કાયદામાં પ્રસ્થાપિત વધુમાં વધુ સજા કરવા અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં 15 સાક્ષીઓ તપાસ્યા હતાં અને 20 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જજ જી.એચ. દેસાઈએ બાબતોને ગંભીરતાથી લઈને કુલ 20 વર્ષની સખ્ત કેદની સજા અને 25,000ર રૂપિયાનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 7 માસની સાદી કેદની સજાનો હુકમ (Punishment of Child abuse case) કર્યો હતો.

આ પણ વાંચોઃ ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા

કઈ-કઈ કલમમાં કેટલી સજા ફટકારાઈ

  • ઈપીકો કલમ363માં 4 વર્ષની સખ્ત કેદની સજા અને 5000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા
  • પોક્સોની કલમ 4માં 20 વર્ષની સખ્ત કેદની સજા અને 10,000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ સાત માસની સાદી કેદની સજા
  • પોક્સોની કલમ ૬માં 20 વર્ષની સખ્ત કેદની સજા અને10000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ સાત માસની સાદી કેદની સજા

પોક્સોની કલમ 4 અને 6માં સજા અને દંડ ફટકારવામાં આવ્યો હોય ઈપીકો કલમ 377માં અલગથી સજા કે દંડ કરવામાં આવ્યો નહોતો.

ભોગ બનનાર કિશોરને 5 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ધી ગુજરાત વિક્ટીમ કંમ્પેનસેશન સ્કીમ-2019 સાથે વાંચતા ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ રુલ્સ-2020ના નિયમ 9 (2) મુજબ 5 લાખ ભોગ બનનારને વળતર પેટે ચુકવવા પણ હુકમ (Punishment of Child abuse case) કરવામાં આવ્યો હતો. જો ભોગ બનનારને વળતર પેટે વચગાળાની રકમ ચુકવવામાં આવી હોય તો તે રકમ બાદ કર્યા બાદની નિયમ મુજબ રકમ મળી રહે તે હેતુ અને વિનંતી સાથે ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વીસ ઓથોરીટી આણંદ તરફ હુકમની નકલ મોકલી આપવા પણ ચૂકાદામાં (Anand Child abuse case 2021) નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ વડતાલ સ્વામિનારાયણના ત્રણ સ્વામીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ

કેસની ખોટી તપાસ કરનાર પીએસઆઈ વિરૂદ્ઘ ખાતાકીય તપાસના આદેશ

બાળકનું અપહરણ કરીને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું જધન્ય કૃત્ય આચરવાના (Anand Child abuse case 2021) કેસમાં તારાપુરના તત્કાલીન પીએસઆઈ કે. એમ. ચૌધરીએ ફરિયાદ પક્ષને નુકશાન થાય તે રીતે તપાસ કરી હતી. તેઓએ ભોગ બનનારનું નિવેદન નોંધ્યું નહોતું તેમજ ચાર્જશીટમાં પણ તેનો સાહેદ તરીકે ઉલ્લેખ કર્યો નહોતો. તેનું સીઆરપીસીની કલમ 164 મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યુ નહોતું. ભોગ બનનારનો જન્મનો દાખલો પણ લીધો નહોતો અને ચાર્જશીટમાં પણ રજૂ કર્યો નહોતો. કોર્ટમાં જુબાની વખતે પણ તેઓએ ઉડાઉ જવાબો આપ્યાં હતાં જેથી એ સ્પષ્ટ થાય છે કે, તપાસ કરતા અમલદાર તરીકે કાયદા દ્વારા તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે બજાવવામાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે. એટલી ભયંકર બેદરકારી દાખવી હતી કે, ફરિયાદ પક્ષનો કેસ ફેટલ સાબિત થઈ શકે તેમ હતો. જે ચલાવી ન લેવાય જેથી તેમના વિરૂદ્ઘ ખાતાકીય તપાસ (Punishment of Child abuse case) કરવી જરૂરી હોય અને કસૂરવાર ઠરે તો યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે માટે હુકમની એક નકલ ડીએસપી, આણંદ, રેન્જ આઈજી, અમદાવાદ તેમજ ગૃહપ્રધાન, ગાંધીનગરને પણ મોકલી આપવા જજ જી. એચ. દેસાઈએ પોતાના ચૂકાદામાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.