ઓનલાઇન સજાઃ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મોહમદ આદિલને 20 વર્ષની સજા

author img

By

Published : Aug 30, 2020, 1:52 AM IST

ઓનલાઇન સજાઃ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મોહમદ આદિલને 20 વર્ષની સજા

કોરોનાને કારણે હાલ સુરત કોર્ટમાં ઓનલાઇન ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે અને આ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા હાલ જ એક અપરાધીને પોસ્કો એક્ટ હેઠળ કોર્ટે બે કેસોમાં 20 અને 10 વર્ષની સજા ફટકારી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મહંમદ આદિલે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. એવું જ નહિ પરિવારને હેરાન પણ કરતો હતો. બંને કેસમાં આખરે સુરત કોર્ટે તેને સજા ફટકારી છે.

સુરત: વર્ષ 2018ના રોજ રામનગરની સગીરાને 22 વર્ષીય આરોપી મોહમદ આદિલ ફકીર મોહમદ સલ્લુશા ભગાવી યુપી લઈ ગયો હતો. યુપીથી આરોપીએ સગીરાના ભાઈ પર કોલ કરી જણાવ્યુ હતુ કે બન્ને લખનઉ છે અને સગીરાને તમે આવી લઇ જાવ. સગીરાને સુરત આવ્યા બાદ આરોપી ફરી તેને બળજબરીથી યુપી લઈ ગયો. બાદમાં ફરી સુરત મુકી ગયો. જે અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ ફરી આરોપી આદિલે સગીરાને બેહલાવી ફોસલાવી લઈ જઈ બળાત્કાર કર્યો હતો.

ઓનલાઇન સજાઃ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મોહમદ આદિલને 20 વર્ષની સજા

પોસ્કો કોર્ટમાં સરકારી વકીલ કિશોર રેવલીયા કરેલી દલીલોના કારણે આરોપીને બંને કેસમાં સજા થઈ છે. તેઓએ જણાવ્યું કે, રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ ના બન્ને કેસમાં આરોપીને સજા થઈ છે. જેમાં એકમાં 20 અને બીજામાં 10 એમ કુલ 30 વર્ષની સજા થઈ છે. પરંતુ આરોપી અને પીડિતા એક જ હોય આરોપીએ 20 વર્ષની જ સજા કાપવાની રહેશે. જો પીડિતા અલગ હોત તો સજા 30 વર્ષની થાય. સગીરા અનુસૂચિત જાતિની હોવાના કારણે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ હતી.

સરકારી વકીલ કિશોર રેવલીયાએ જણાવ્યું કે, હાલ કોરોનાને કારણે ન્યાયપ્રક્રિયા ઓનલાઇન ચાલી રહી છે. જેથી પોર્ટ કામ અવિરત ચાલી રહ્યું છે અને આ જ પ્રક્રિયા હેઠળ આરોપીને સજા ફટકારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.