ETV Bharat / state

રાજ્યપાલના આહવાનને અનુરૂપ આણંદની યુનિવર્સિટી, કરાશે ભગીરથ કામ

author img

By

Published : Aug 4, 2022, 2:19 PM IST

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ (Anand University Plantation Program) યોજાયો હતો. જેમાં 100 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા આહવાન કર્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી (Plantation Program in Gujarat) ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમમાં વિવિધ વૃક્ષનું વાવતેર કરવામાં આવ્યું છે.

Plantation Program in Gujarat : રાજ્યપાલના આહવાનને અનુરૂપ આણંદની યુનિવર્સિટી
Plantation Program in Gujarat : રાજ્યપાલના આહવાનને અનુરૂપ આણંદની યુનિવર્સિટી

આણંદ : રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત રાજ્યની (Anand University Plantation Program) તમામ યુનિવર્સિટી ખાતે 100 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ આહવાને અન્‍વયે આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ (Plantation Program in Gujarat) યોજાયો હતો. જેમાં યુનિવર્સિટી દ્વારા વિવિધ વૃક્ષોનું વાવતેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદી સિઝન વચ્ચે વૃક્ષારોપણનું મહત્વ માનવામાં આવે છે.

આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવમાં કેટલા વિદ્યાર્થીઓને શાળામાં મળ્યો પ્રવેશ, જૂઓ

વિવિધ વૃક્ષનું વાવતેર - આણંદમાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયત અને કૃષિ વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસ માટેની બ.અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.બી. કથીરીયાના હસ્તે વૃક્ષારોપણ કરી સદર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીના (Plantation trees in campus Anand University) કેમ્પસ ખાતેની અન્ય કોલેજો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું. જેમાં કુલ 100 વૃક્ષો જેવા કે લીમડો, પીપળો, વડ, કદમ્બનું વાવેતર કરવામાં આવેલ હતું.

આ પણ વાંચો : Seed Ball Plantation : જૂઓ આ નવતર અભિગમ કેવી રીતે કરશે હરિયાળી ક્રાંતિ

વરસાદી સિઝન વૃક્ષારોપણ - ઉલેખનીય છે કે, રાજ્યપાલના આહવાનથી પ્રેરિત થઈને વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સર્વે યુનિવર્સિટી અધિકારીઓ, વિભાગીય વડાઓ, કર્મચારીગણ, NSSના સ્વયંસેવકો તથા NCCના કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટી વૃક્ષારોપણના કાર્યક્રમ રાજ્યની અનેક યુનિવર્સિટી માટે પ્રેરણાસ્વરૂપ થશે તેમાં બે મત નથી. આ ઉપરાંત વરસાદી સિઝન વચ્ચે વૃક્ષારોપણ ખૂબ મહત્વનું પણ (Vruksho Vavo Paryavaran Bachao) માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.