ETV Bharat / state

કોવિડ-19 મહામારીમાં પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓનું 100 ટકા પ્લેસમેન્ટ

author img

By

Published : Oct 12, 2020, 9:19 PM IST

કોરોના પ્રેરિત અંધકાર વચ્ચે પણ આણંદ કૃષિ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય કૃષિ વ્યવસ્થાપન સંસ્થાના ઉપાડતા કૃષિ વ્યવસાય સંચાલકો ખુશમિજાજ મૂડમાં છે. વર્ષ 2008માં સંસ્થાની સ્થાપના પછીથી તેનો રેકોર્ડ જાળવી રાખીને IMBAIએ આ વર્ષે પણ એમબીએ એગ્રી બિઝનેસના વિદ્યાર્થીઓ માટે 100 ટકા પ્લેસમેન્ટ મેળવ્યું છે.

કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ
કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ

આણંદઃ કૃષિ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ પૂર્ણ કરીને કોરોના મહામારીમાં પણ તમામ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે. ત્યારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર આર.વી.વ્યાસે જણાવ્યું કે, રસપ્રદ વાત એ છે કે કૃષિ વ્યવસાય સંચાલકોની ભરતી કરતી કંપનીઓની સંખ્યા આ વર્ષે વધી છે, વિદ્યાર્થીઓને આપવામાં આવતા પગાર પેકેજમાં વધારો થયો છે, અમને આનંદ છે કે કોરોનાની પરિસ્થિતિમાં પણ અમારા MBAના તમામ 23 વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ
કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ

વધુમાં તેમણે જણાવ્યું કે, હકીકતમાં અમારા બે વિદ્યાર્થીઓને એચડીએફસી હાઉસિંગ લિમિટેડમાં ક્રેડિટ મેનેજર તરીકે નિમણૂક મળી છે. અમારા એક વિદ્યાર્થીને વાર્ષિક સાડા પાંચ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. જે આ વર્ષનું મહત્તમ પેકેજ છે. જ્યારે લઘુત્તમ વાર્ષિક પેકેજ પણ 3,30,000 જેટલું રહ્યું છે. વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ બે તબક્કામાં પૂર્ણ થયું હતું. 20 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કામાં પસંદગી પામ્યા હતા, જ્યારે બાકીના તેમના પ્રોજેક્ટને પૂર્ણ થયા પછી પસંદ થયા હતા.

કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ
કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ

કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઝાલાએ જણાવ્યું કે, વર્ષ 2008 જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. ત્યારથી આજ સુધી તમામ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 100 ટકા થતું આવ્યું છે. વર્તમાન કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ મળતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ
કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ

યુનિવર્સિટીના રજીસ્ટારે પણ જણાવ્યું કે, યુનિવર્સિટી દેશને કૃષિ તજજ્ઞો આપવામાં હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે હવે કૃષિક્ષેત્રે તજજ્ઞો સાથે સાથે સારા મેનેજર પણ આ યુનિવર્સિટીમાંથી બહાર આવી રહ્યા છે. સાથે તેમણે જણાવ્યું કે, ભારતે કૃષિપ્રધાન દેશ છે. ત્યારે રોજગારી માટે કૃષિ એક સારો વિકલ્પ છે. જેને લઇ કૃષિ એન્જિનિયરિંગ ડેરી ટેકનોલોજી બેચલર ઇન એગ્રીકલ્ચર સાયન્સ ફૂડ ટેકનોલોજી વગેરે વિષય તરફ વિદ્યાર્થીઓ વધુ આકર્ષિત બન્યા છે.

કોવિડ મહામારી દરમ્યાન પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રોજગારીની તક મળી રહી છે. એક વાત ચોક્કસ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મનુષ્યને ખોરાક અને ખેતી જીવન નિર્વાહ માટે અતિ આવશ્યક છે. ત્યારે આ વિષયમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે પણ ઉજ્વળ ભવિષ્ય કોરોના મહામારીમાં સામે આવ્યું છે.

આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.