ETV Bharat / state

રેન્જ IG અશોકકુમાર યાદવ અમરેલી જિલ્લાની મુલાકાતે

author img

By

Published : Mar 30, 2020, 9:35 PM IST

ભાવનગર રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અમરેલી અને સાવરકુંડલામાં ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. તેમજ સાવરકુંડલામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જીવનજરૂરી વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર
ભાવનગર

અમરેલી : ભાવનગર રેન્જ આઇ.જી. અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આઇ.જી તથા એસ.પી દ્વારા અમરેલી અને સાવરકુંડલામાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી.

રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ અમરેલી જિલ્લાની મુલાકાતે
રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ અમરેલી જિલ્લાની મુલાકાતે

આ અંગે રેન્જ આઇ.જી દ્વારા મહત્વના જરૂરી સૂચનો આપવમાં આવ્યા હતા કે, "ફ્લેગ માર્ચ દમિયાન પોર્ટબલ માઇક સિસ્ટમથી લોકોને ઘરમાં જ રેહવા અપીલ કરવામાં આવશે તેમજ વ્યાપારીઓ દ્વારા કરવામાં આવતી કાળા બજારને ડામવા સંપૂર્ણપણે સજ્જ. કોઈ વ્યાપારી દ્વારા વસ્તુની વધારે કિંમત લેવામાં આવે તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો આ ઉપરાંત બિનજરૂરી ફરતા લોકોને છોડવામાં આવશે નહિ આવા લોકોને પકડવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં ‘લટાર સ્કોડ‘ બનાવવામાં આવી છે"

આ ઉપરાંત એસ.પી. દ્રારા જણાવવામાં આવ્યું કે, માલિકો દ્વારા જમાડવાની વ્યવસ્થાના હોવાના કારણે મજૂરોને છુટા મૂકવામાં આવે છે. તેના કારણે સોશિયલ ડીસ્ટનસિંગના નિયમોનું ભંગ થાય છે. તેના લીધે મજૂરોના જીવ જોખમમાં મૂકાય છે. તેના માલિકો પર IPC કલમ 269,270,271 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમોમાં ગુન્હો બને છે. આવા તમામ લોકો વિરૂદ્ધ ગુન્હા દાખલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.