ETV Bharat / state

રાજુલા પોલીસની વાવાઝોડા અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉમદા કામગીરી

author img

By

Published : May 27, 2021, 2:41 PM IST

rajula news
rajula news

તૌકતે વાવઝોડા(taukte cyclone)એ મચાવેલી તબાહીની સૌથી વધુ અસર (cyclone effect) અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં જોવા મળી રહી છે. ઘણા દિવસોથી વીજળી વિહોણા રાજુલા શહેરમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ છે. લોકો પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારતા હતા. આ વિસ્તારની રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ મૂલાકાત લઈ જરુરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી હતી.

  • રાજુલા પોલીસની વાવાઝોડા અસરગ્રસ્તો માટે ઉમદા કામગીરી
  • પોલીસે પીવાના પાણી, ભોજન અને મોબાઈલ ચાર્જ સેન્ટર થકી અનેરી સેવા
  • પોલીસ વડા આશિષ ભાટીયાએ લીધી હતી રાજુલાની મુલાકાત

અમરેલી: તૌકતે વાવઝોડા(taukte cyclone)એ મચાવેલી તબાહીની સૌથી વધુ અસર (cyclone effect) જિલ્લાના રાજુલા પંથકમાં જોવા મળી રહી છે. ઘણા દિવસોથી વીજળી વિહોણા રાજુલા શહેરમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ છે. લોકો પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારતા હતા.પોલીસ પરિવારના ક્વાર્ટરોમાં પણ પાણી મળતું ન હતુ.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પછી રાહત કામગીરી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજુલાની મુલાકાત લીધી હતી

રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા (Ashish Bhatiya) રાજુલાની મુલાકાતે આવતા સ્થિતિ હોય ખૂબ ગંભીર હાવોથી ગાંધીનગરથી પાણીના સરકારી (state goverment) ટેન્કર રવાના કર્યા હતા. ટેન્કર રાજુલા પહોચ્યા અને પોલીસ લાઈનને પાણી આપી દિવસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરી પ્રજાની મદદ કરી હતી. પોલીસની મદદ દ્વારા વિવિધ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરાય રહ્યું છે. જ્યાં સુધી વીજળી નહિ આવે ત્યાં સુધી પોલીસ શહેરને પાણીની મદદ કરશે.

વાવાઝોડા અસરગ્રસ્તોને પહોંચાડી રહ્યા છે ભોજન

આ સાથે બીજી બાજુ જરૂરિયાતમંદ લોકોને વાવાઝોડાના કારણે ઘરવખરી નાશ પામી છે, ત્યારે જમવા માટેની મુશ્કેલી પડી રહી છે. એવામાં પોલીસ દ્વારા ભૂખ્યાને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રીક્ષા ટેમ્પો, ટ્રેકટર વગેરે વાહનો દ્વારા અસરગ્રસ્ત લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ કપરાડામાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

વીજળીના અભાવથી લોકો પરિજનો સાથે થયા હતા સંપર્ક વિહોણા

વીજળીના આભવે લોકોને મોબાઈલ ચાર્જમાં તકલીફ પડી રહી છે. મોબાઈલ બંધ થતાં લોકો પોતાના પરિવારને સગા સંબંધીથી સંપર્ક વિહોણા થાય છે. તો એમની તકલીફ દૂર કરવા રાજુલા પોલીસ દ્વારા DG થકી મોબાઈલ ચાર્જ કરી આપવામાં આવે છે. જેથી લોકોમાં હળવાશ જોવા મળી હતી. રાજુલા પોલીસની આ ઉમદા કામગીરી ખરેખર રણમાં મીઠા વીરડા જેવી સાબિત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.