કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કુંકાવાવમાં સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી

author img

By

Published : Nov 29, 2022, 10:38 AM IST

રૂપાલાએ કુંકાવાવમાં સભા ગજવીને મતદારો રીઝવ્યા

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સ્ટાર પ્રચારકોને મેદાને (Kunkavav assembly seat) ઉતાર્યા છે, ત્યારે અમરેલીના કુંકાવાવમાં પુરુષોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાજપના (Parshottam Rupala sabha in Kunkavav) સમર્થનમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. (Gujarat Assembly Election 2022)

અમરેલી : અમરેલી વિસ્તારના કુકાવાવ, વડીયા બેઠક ખાતે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જંગી જાહેર સભા સંબોધી હતી. જેમાં દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ પ્રધાન બાવકુ ઉંધાડ અને ઉમેદવાર કૌશિક વેકરીયા સહિતના સ્થાનિક અગ્રણીઓ (Kunkavav assembly seat) અને વિશાળ સંખ્યામાં ભાજપના સમર્થનમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મહેમાનોનું કુકાવાવના મતદારોએ સ્વાગત કર્યું હતું. તેમજ ઉમેદવાર કૌશિક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ કૌશિક વેકરીયાને જંગી મતથી જીતવાની વાત કરી હતી. (Kunkavav Assembly Candidate)

કુંકાવાવમાં પુરુષોત્તમ રૂપાલાની સભા યોજાઈ

માર્કેટિંગ યાર્ડ બનાવવાની માંગ કુંકાવાવ ખાતે જનમેદનીને સંબોધતા સ્ટાર પ્રચારક રૂપાલાએ પોતાની આગવી (Parshottam Rupala sabha in Kunkavav) શૈલીમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કુંકાવાવમાં મુખ્ય જરૂરિયાત નવું માર્કેટિંગ યાર્ડ બનાવવાની માંગણી છે. તે હજુ સુધી કોંગ્રેસના ધારાસભ્ય બનાવી શક્યા નથી, ત્યારે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકારે નવા માર્કેટિંગ યાર્ડ બનાવવા માટેની મંજૂર કરેલી ગ્રાન્ટ અને યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, અનેક નવા માર્કેટિંગ યાર્ડ બનશે. જેમાં કુકાવાવનો સમાવેશ કરવામાં આવશે. (Amreli assembly seat)

કુંકાવાવની જનતા કોને આશીર્વાદ આપશે ઉલ્લેખનીય છે કે, અમરેલીની બેઠક પર સૌની નજર છે. ભાજપે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે યુવાન અને કર્મઠ ઉમેદવારને મૂકી ભાજપને જીત અપાવવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે કુંકાવાવ તાલુકાના મતો કોંગ્રેસની જીત માટે નિર્ણાયક બની રહે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુંકાવાવની જનતા કોને આશીર્વાદ આપશે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.