ETV Bharat / state

Kesudo: ગીર કેસુડાના કેસરી રંગથી શણગારી ગઈ, કવિઓ, કુદરત અને કેસૂડાનો સંગમથી ઝળહળી ઉઠી છે ગીર

author img

By

Published : Feb 13, 2023, 2:00 PM IST

ગીર કેસુડાના ફૂલોથી શણગારી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. રંગોની સાથે ગુણોથી પણ ભરપૂર છે કેસુડાના ફૂલો. જાણો કવિઓ, કુદરતનો સંગમના કેસૂડા વિશે અવનવી વાતો અને મહત્વ.

ગીર કેસુડાના ફૂલોથી શણગારી ગઈ, ગાંડી ગીર કેસરી રંગથી ખીલી ઉઠી
ગીર કેસુડાના ફૂલોથી શણગારી ગઈ, ગાંડી ગીર કેસરી રંગથી ખીલી ઉઠી

Kesudo: ગીર કેસુડાના ફૂલોથી શણગારી ગઈ, ગાંડી ગીર કેસરી રંગથી ખીલી ઉઠી

અમરેલી: ધુળેટી પર્વ નજીક આવી રહ્યુ છે ત્યારે કેસુડો અચુક યાદ આવે છે, આજે આપણે કેમીકલ યુક્ત રંગોથી ઘુળેટી રમીયે છીએ. એક સમય એવો હતો કે કેસુડોના રંગો થી જ ધુળેટીની ઉજવણી થતી હતી. કેસુડો એ માત્ર ધુળેટી રમવા માટે જ નહી પરંતુ આયુર્વેદ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉતમ માનવામાં આવે છે.ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.

કવિઓ, કુદરત અને કેસૂડાનો સંગમથી ઝળહળી ઉઠી છે ગીર
કવિઓ, કુદરત અને કેસૂડાનો સંગમથી ઝળહળી ઉઠી છે ગીર

રંગબેરંગી ફૂલો: ફાગણ માસના ધમધખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. વસંતઋતુ બારણે ટકોરા મારી રહી છે. લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી છે અને હોળી ધુળેટીનુ પર્વ પણ નજીક આવી રહ્યુ છે. આ તમામ સંયોગને કલરફુલ બનાવે છે કેસુડો.ફુલ સમ કેસુડો સાજણ મારો વસંત થઇ આવશે, હોંશે હું કોયલ થૈસ કંથ મારો ટહુકો થઇ આવશે." આવો રૂડો કેસુડો અમરેલી જિલ્લામાં ઠેકઠેકાણે ખીલી ઉઠ્યો છે. કેસુડો જોઈ અને કવિઓના મન મહેકી ઉઠે છે.

કેસુડો આયુર્વેદ: કેસુડો આયુર્વેદ પ્રમાણે કુદરતે આપેલી અનુપમ ભેટ છે. કેસુડો અનેક રોગ માટે સંજીવની જડીબુટ્ટી થી જરાય કમ નથી. જોકે હવે આપણે સહુ એલોપથીક દવાઓ તરફ વળ્યા છીએ. જેના કારણે આવી અદભૂત ઔષધિઓ વિશે આપણે ઓછા જાણકાર છીએ. અમરેલી આયુર્વેદિક દવાખાના વૈદ્ય દીક્ષીતા ભંડેરીએ કેસુડાના વિવિધ ઉપયોગી ફાયદાઓની જાણકારી આપી હતી.

આ પણ વાંચો અમરેલી એસ.ટી બસની અનિયમિતતાથી રૂટ બંધ થતાં મુસાફરોમાં રોષ

કેસૂડાંના પાનનો રસ: તેજ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાંના પાનનો રસ બનાવી શરીર પર લગાડવાથી 15 મીનટમાં જલન ઓછી થઈ જશે અને ઠંડક પણ મળશે. જો વાગ્યું હોય અને ઘા મટી ના રહ્યો હોય તો કેસૂડાંના થડનું ચૂરણ બનાવી ઘા પર લગાડવાથી રાહત મળે છે.જો આંખો જોવામાં નબળી હોય કે આખોની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાંનો રસ કાઢી એમાં મધ ભેળવીને આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું ,એનાથી મોટો ફાયદો મળશે. રાતના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડનું અર્ક લગાવાથી લાભ થશે. કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ, ખુજલી, ખંજવાળમાં આરામ મળે છે. કેસૂડાંના પાનથી બનેલા પતરાળાંમાં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદીના વાસણમાં ખાધા બરોબર છે.

આ પણ વાંચો અમરેલી ખેતીવાડી અધિકારીની હવામાન પલટા બાદ ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે માહિતી

કેસુડાનુ ધાર્મિક મહત્વ: કેસુડાનુ ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જેમાં કેસૂડાં થી હોમ,હવન,યજ્ઞમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ કેસુડો મંદિરમાં રાખવામાં આવેછે હોળી ધૂળેટીના ઠાકોરજીને સ્નાન કરી મંદિરમાં પણ રાખવા આવે છે આમ ધાર્મિક મહત્વ ધરાવતો કેસુડાના શાસ્ત્રોમાં પણ શુભ માનવામાં આવે છે. માનવજાત માટે અદભૂત ઉપયોગી એવો કેસુડો હવે ધીમે ધીમે સીમીત વિસ્તારોમાં જ જોવા મળે છે. સદભાગ્યે અમરેલી જિલ્લાના ગીર પંથકમાં કેસુડો આજે પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. પરંતુ કમનસીબે જાણકારીના અભાવે લોકો હવે માત્ર કેસુડાના ઉપયોગ ના બદલે ફોટોગ્રાફી કરી ને જ ખુશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.