ETV Bharat / state

Amreli news: ગૌચરમાં ખનન કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ

author img

By

Published : May 9, 2023, 12:50 PM IST

કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામના માલધારી સમાજે ભુમાફિયાઓ સામે વિરોધ અને કડકમાં કડક કાર્યવાહીઓ કરવા સરકારને મીડિયાના માધ્યમથી માંગ કરી છે. બાંભણીયા ગામે ગૌચર જમીનમાં ખનન થતા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને 5 ટ્રેકટર અને 1 જેસીબીને જપ્ત કરવામાં આવ્યું હતું.

demand-strict-action-against-land-mafia-mining-in-gauchar-in-bambhaniya-village-of-amreli
demand-strict-action-against-land-mafia-mining-in-gauchar-in-bambhaniya-village-of-amreli

ગૌચરમાં ખનન કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ

અમરેલી: અમરેલીના બાંભણીયા ગામમાં ભૂમાફિયાઓએ ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરતા ગામના લોકોએ ફરિયાદ કરી હતી. માલધારી સમાજ દ્વારા ખાન ખનીજ વિભાગને જાણ કરાતા 5 ટ્રેકટર અને 1 જેસીબીને કબ્જે કર્યા હતા. અહીંના માલધારી સમાજના આગેવાનોએ સરકારને મીડિયાના માધ્યમથી ગેરકાયદે ખનન અટકાવવા રજુઆત કરી હતી.

ગેરકાયદે ખનન અટકાવવાની માગ: ગામના માલધારી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર સરકારની યોજના સુજલામ સફલામમાં ખાનનથી નીકળતી માટીનો બીજે ઉપયોગ થાય તેનો વિરોધ નથી પરંતુ ગેરકાયદે ખનન ન થવું જોઈએ. ગૌચરની જમીનમાં ખનન થતા પશુઓને ચારાની સમસ્યા ઉભી થાય છે. માલધારીઓનું જીવન પશુપાલન સાથે સંકળાયેલું હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયા આસપાસના લગભગ દરેક ગામમાં ગૌચરની જમીન પર ખનન થતું હોય છે. માલધારીઓએ મીડિયાના માધ્યમથી સરકારને અપીલ કરી હતી કે આ ખનન તાત્કાલિક અટકાવવા પગલાં લેવામાં આવે.

  1. Lawrence Bishnoi: ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટના કેસમાં લોરેન્સ બીશ્નોઈને ફરી નલિયા કોર્ટમાં કરાશે હાજર
  2. Ahmedabad News : સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો પર દાદાનું બૂલડોઝર ફરી વળ્યું, કેટલી જમીન ખુલ્લી થઇ જૂઓ

રાજ્યમાં બેફામ ખનન?: રાજ્યના દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનના ચરીયાણ માટે ગૌચરની જમીન આવેલી છે. પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં આવેલા ગૌચરની જમીન ઓર માથાભારે અને ભુમાફિયાઓએ કબ્જો કરી દબાણ કરી લીધું છે. આ લોકો માથાભારે હોવાથી સ્થાનિક લોકો તેની સામે ફરિયાદ કરતા પણ ડર અનુભવે છે. ગૌચરની જમીન પર દબાણ અને કબજાથી ગામડા અને શહેરોમાં પશુધન રખડે છે. અને પ્લાસ્ટીક અને અન્ય કચરો ખાવા મજબૂર બને છે. આ ઉપરાંત આવા પશુઓના લીધે અકસ્માત થાય છે. બાંભણીયા ગામમાં રહેતા માલધારી સમાજના લોકોએ હવે જયારે સરકાર અને તંત્રને કાર્યવાહી કરવાની માગ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે સરકાર ક્યારે પગલાં લેશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.