ETV Bharat / state

અમરેલીના બગસરા પંથકને હંફાવતો વધુ એક દીપડો

author img

By

Published : Dec 13, 2019, 7:05 AM IST

બગસરા: અમરેલી જિલ્લાના બગસરાના નવા જાજરીયા ગામમાં વધુ એકવાર દીપડો દેખાતા જાણે કે દીપડાએ ગામને બાનમાં લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. નવા જાજરીયા ગામમાં વધુ એક દીપડાની હાજરીના પૂરાવાઓ મળતાં ખેડૂતોની સાથે ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Bagasara Taluka
બગસરા પંથકને હંફાવતો વધુ એક દીપડો

અમરેલી જિલ્લાના બગસરા પંથકને દીપડાઓએ બાનમાં લીધું હોય તેવો માહોલ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહ્યો છે. માનવભક્ષી બનેલા દીપડાએ ગત એક અઠવાડિયામાં 2 ખેડૂતોનો જીવ લીધો હતો. જેને લઈને ખેડૂતો અને ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વનવિભાગ દ્વારા હાલમાં જ એક માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર નવા જાજરીયા ગામમાં વધુ એક દીપડાની હાજરીના પુરાવા મળતા ખેડૂતો અને ગામ લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા 15 દિવસથી સમગ્ર બગસરા પંથકને બાનમાં લેનારો દીપડાઓ હજી પણ ગામની સીમમાં દેખાઈ રહ્યો છે. જેને લઈને ખેડૂતો અને ગામ લોકોએ પંથકના તમામ દીપડાઓને પાંજરે પૂરવા અથવા ઠાર મારવાની માગ કરી રહયાં છે.

બગસરા પંથકને હંફાવતો વધુ એક દીપડો
Intro:બગસરામાં દીપડાનો વધુ એક મુકામ નવા જાજરીયા ગામમાં જોવા મલ્યા માનવભક્ષીના નિશાનો Body:અમરેલી જિલ્લાના બગસરા પંથકને દીપડાએ જાણેકે બાનમાં લીધું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે આજે તાલુકાના નવા જાજરીયા ગામમાં વધુ એક દીપડાની હાજરીના પૂરાવાઓ મળતા ખેડૂતોની સાથે ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે

અમરેલી જિલાના બગસરા પંથકને દીપડાઓએ જાણેકે બાનમાં લીધો હોય તેવો માહોલ છેલા 15 દિવસથી જોવા મળી રહ્યો છે આદમખોર બનેલા દીપડાએ છેલા એક અઠવાડિયામાં 2 ખેડૂતોનો જીવ લીધો હતો જેને લઈને ખેડૂતો અને ગામ લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા ગઈ કાલે રાત્રીના સમયે એક આદમ ખોર દીપડાને બગસરા ગૌ શાળા નજીક ઠાર મારવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે નવા જાજરીયા ગામમાં બપોરના સમયે વધુ એક દીપડાની હાજરીના પુરાવાઓ મળતા ખેડૂતો અને ગામ લોકોમાં ભય ફેલાઈ ગયો છે છેલા 15 દિવસથી સમગ્ર બગસરા પંથકને બાનમાં લેનાર દીપડાઓ હજુ પણ બહાર આવી રહ્યા છે જેને લઈને ખેડૂતોની સાથે ગામ લોકોએ પંથકના તમામ દીપડાઓને પાંજરે પૂરવાની અથવા ઠાર કરવાની માગ કરી રહયા છે

બાઈટ - 01 પ્રતાપભાઇ સતાસીયા સરપંચ નવા જજરીયા બગસરા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.