ETV Bharat / state

AIMIM ના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાહેર સભામાં યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી

author img

By

Published : Dec 3, 2022, 1:35 PM IST

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના (Gujarat Assembly Election 2022 ) બે દિવસ પહેલા જ AIMIMના ઉમેદવારને ધમકી આપવામાં આવી છે. જમાલપુર ખાડિયા બેઠકના (Jamalpur Khadia seat) AIMIM ના ઉમેદવાર સાબીર કાબલીવાલાએ(Sabir Kabliwala) ને ધમકી મળી છે.

AIMIM ના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાહેર સભામાં યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી
AIMIM ના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાહેર સભામાં યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ વિધાનસભા 2022 ની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022 ) બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા જ AIMIMના ઉમેદવારને ધમકીઓ આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જમાલપુર ખાડિયા બેઠકના (Jamalpur Khadia seat) AIMIM ના ઉમેદવાર સાબીર કાબલીવાલાએ(Sabir Kabliwala) આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં(Gaikwad Haveli Police Station) યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઓફિસે જવા માટે નીકળ્યા સાબીર કાબલીવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 2 ડિસેમ્બર 2022 ના રોજ તેઓ પોતાના ઘરેથી ગાડીમાં બેસીને ઓફિસે જવા માટે નીકળ્યા હતા, તે વખતે રસ્તામાં ગોળલીમડા ખાતે પહોંચતા જ બપોરે તેમના ફોન ઉપર ફારુક યુસુફભાઈ રોલવાલા નામના જુહાપુરાના વ્યક્તિનો ફોન(Threat to Sabir Kabliwala) આવ્યો હતો. પોતે ફારુક રોલવાલા બોલે છે તેમ કહીને ગંદી ગાળો આપી અને હું તને જોઈ લઈશ તેવું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે તેઓએ ફોન કાપી નાખ્યો હતો.

ચોકમાં જાહેર સભા જે બાદ રાત્રિના સમયે સાબીર કાબલીવાલા જમાલપુર પાંચપીપળી બોલવાલા ચોકમાં જાહેર સભામાં ગયા હતા. ત્યાં સભા સમયે ફારુક રોલવાલાએ તેઓને ગાળો આપી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જા નહીં તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જોકે તે સમયે આસપાસના લોકો તેને પકડવા જતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સાબીર કાબલીવાલાએ ફારૂક રોલવાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.