ETV Bharat / state

Ahmedabad Crime: ધૂળેટીના દિવસે સામાન્ય બબાલમાં યુવકની હત્યા, પોલીસે આરોપીને કર્યો જેલભેગો

author img

By

Published : Mar 9, 2023, 8:19 PM IST

Updated : Mar 9, 2023, 8:59 PM IST

Ahmedabad Crime: ધૂળેટીના દિવસે સામાન્ય બબાલમાં યુવકની હત્યા, પોલીસે આરોપીને કર્યો જેલભેગો
Ahmedabad Crime: ધૂળેટીના દિવસે સામાન્ય બબાલમાં યુવકની હત્યા, પોલીસે આરોપીને કર્યો જેલભેગો

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં ધૂળેટીના દિવસે સામાન્ય ઝઘડામાં એક યુવકે અન્ય યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો હતો.

સાંજના સમયે આરોપીએ કર્યો હુમલો

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીં એક તરફ હોળી-ધૂળેટીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી. તેવામાં વટવા GIDC વિસ્તારને રક્તરંજિત કરતી ઘટના સામે આવી હતી. અહીં ફેકટરીમાં કામ કરતા એક યુવકે લાકડાનાં ટુકડા વડે ફટકા મારી અન્ય યુવકની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચોઃ Murder In Ahmedabad: સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

આરોપી અને મૃતક વચ્ચે થયો હતો ઝઘડોઃ મળતી માહિતી અનુસાર, વટવા GIDCમાં ફેઝ- 1માં પુષ્પક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની બાજુમાં ડાયનેમિક ડાઈઝ નામની કંપની આવેલી છે, જ્યાં ધૂળેટીની રજા હોવાથી સત્યા ઉર્ફે ટુનુ નાયક અને તેની સાથેના મિત્રો કંપની બહાર મજાકમસ્તી કરી રહ્યા હતા. તે સમયે દિપક નાયક અને કાનુ નાયક બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. તે સમયે ફરિયાદીએ બંને વચ્ચે ઝઘડો ન કરવાનું સમજાવીને સમાધાન કર્યું હતું.

સાંજના સમયે આરોપીએ કર્યો હુમલોઃ સાંજના સમયે સત્યા નાયક તેનો મિત્ર દિપક નાયક અને મનુ નાયક કંપનીમાં હાજર હતા. તે દરમિયાન સાંજે 7 વાગ્યે આસપાસ કાનુ નાયક કંપનીમાં આવ્યો હતો અને દિપક નાયકને બપોરે મારી સાથે કેમ ઝઘડો કેમ કર્યો હતો તેમ કહીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. તે દરમિયાન કાનુ નાયકે કંપનીમાં પડેલી ભઠ્ઠી સળગાવવાના લાકડાઓમાંથી એક લાકડાનો ટુકડો લઈને તેનાથી દિપક નાયકના માથા અને મોઢા ઉપર ઉપરાછાપરી ઘા માર્યા હતા. તેના કારણે દિપક નાયકને લોહી નીકળતા તે નીચે પડી ગયો હતો. તે વખતે ફરિયાદી તેમ જ મનુ નાયકે કાનુ નાયકને પકડી લીધો હતો. જોકે, દિપક નાયકને ખૂબ જ લોહી નીકળતું હોવાથી તેને બચાવવા જતા તે સમયે કાનું નાયક અને તેનો ભાઈ મનુ નાયક બંને કંપનીમાંથી ભાગી ગયા હતા.

પોલીસે આરોપીની કરી ધરપકડઃ ત્યારબાદ સત્યા નાયકે કંપનીના શેઠને જાણ કરી હતી. બાદમાં 108 એમ્બુલન્સને બોલાવી દિપક નાયકને સારવાર માટે LG હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે વટવા GIDC પોલીસે કાનુ નાયક નામના ઓરિસ્સાના યુવક સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન, ફુટી ગયો ભાંડો

પોલીસે શરૂ કરી પૂછપરછઃ આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના PSI મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થયા પછી આરોપીને પકડવા અલગઅલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી અને આરોપી જશોદાનગર ચાર રસ્તા પાસે હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Last Updated :Mar 9, 2023, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.