ETV Bharat / state

Ahmedabad News: યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશીની રેફરી તરીકે પસંદગી

author img

By

Published : Jul 15, 2023, 3:59 PM IST

yoga-expert-and-international-record-holder-dr-mehboob-qureshi-as-referee
yoga-expert-and-international-record-holder-dr-mehboob-qureshi-as-referee

ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધા 30 જુલાઈના રોજ મુંબઈમાં યોજાશે. જેના માટે અમદાવાદના યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશીની રેફરી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સંદર્ભે ઇ ટીવી ભારતની સંવાદદાતા રોશન આરાએ ડૉ.મહેબૂબ કુરેશી સાથે ખાસ વાતચીત કરી છે.

યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશી સાથે વાતચીત

અમદાવાદ: યોગ નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર ડો. મહેબૂબ કુરેશીની રેફરી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ અંગે યોગગુરૂ ડો.મહેબૂબ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધા 30 જુલાઈના રોજ મુંબઈમાં યોજાવા જઈ રહી છે. યોગ ચેમ્પિયનશિપનું આયોજન યોગ એલાયન્સ ઈન્ટરનેશનલ અને યોગા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. મને ખૂબ જ આનંદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું મહત્ત્વ અને ઓળખ મળી છે અને તેથી જ ભારતમાં આ વર્ષે સૌથી મોટી યોગ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે.

'રેફરી તરીકે મારી પસંદગી થઈ છે. તે ગુજરાત માટે વધુ એક ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં ભારત સહિત વિશ્વના લગભગ 25 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં વિવિધ દેશોના 100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. સંસ્થાના સચિવ ડો.શિવમ મિશ્રા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ વુ હોંગ યિન અને વિવિધ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર આયોજનમાં યોગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું કે ફાઉન્ડેશનનું મિશન યોગ સંબંધિત વિવિધ કાર્યક્રમોને વિશ્વમાં ફેલાવવાનું છે. જેમાં મિસ યોગા ક્વીન, લિજેન્ડ યોગા જેવી સ્પર્ધાઓ કરવા અત્યાર સુધી પ્રયાસો કરવામાં આવ્યા છે.' -ડો. મહેબૂબ કુરેશી, યોગ નિષ્ણાત

વર્લ્ડ રેકોર્ડ: આ ઉપરાંત તેણે વર્લ્ડ રેકોર્ડ કેવી રીતે બનાવ્યો અને તેણે યોગ કરવાનું કેમ શરૂ કર્યું તે વિશે પણ ઘણી રસપ્રદ વાતો જણાવી.અને તેણે કહ્યું કે મારા હૃદયમાં પ્રોબ્લેમ હતી ત્યારે મે એક યોગ શિક્ષકનો સંપર્ક કર્યો અને તેણે મને સ્વઆસન કરવા કહ્યું. અને મેં રોજ સ્વઆસન કર્યા અને તે પછી મેં બીજા આસનો કરવા માંડ્યા પછી મારી હૃદયના દુખાવાની ફરિયાદ થઈ અને ધીમે ધીમે મેં રમત-ગમત છોડી દીધી હતી યોગ નિષ્ણાત બન્યો.

'મેં વિશ્વના વિવિધ દેશોમાં યોગ શબીરને ઓનલાઈન યોગ શીખવ્યું છે. અને મને 2019માં પ્રથમ મુસ્લિમ યોગ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. મેં કોરોના દરમિયાન પણ યોગ દ્વારા લોકોના રોગોનો ઈલાજ કરવાની પહેલ કરી હતી. પદ પર પહોંચી હું ખૂબ જ ખુશ છું.' -ડો. મહેબૂબ કુરેશી, યોગ નિષ્ણાત

  1. Yoga Asanas : 5 યોગ આસન જે તમારા શરીરને મજબૂત અને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે
  2. Guinness World Records : સુરતીઓએ યોગામાં રેકોર્ડ સ્થાપિત કરતા PM મોદીએ પાઠવ્યા અભિનંદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.