ETV Bharat / state

Ahmedabad News: પોલીસ બની દેવદૂત, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચેલી મહિલાને પોલીસે બચાવી

author img

By

Published : Jul 9, 2023, 12:17 PM IST

પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધોથી કંટાળીને એક પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસે સમય સૂચકતા વાપરીને મહિલાને આત્મહત્યા કરતા અટકાવી તેનું કાઉન્સિલિંગ કરી તેને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

woman-aravalli-woman-reached-sabarmati-riverfront-stopped-by-police-from-committing-suicide
woman-aravalli-woman-reached-sabarmati-riverfront-stopped-by-police-from-committing-suicide

અમદાવાદ: અમદાવાદ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. રિવરફ્રન્ટ ફ્લાવર શો ગાર્ડન પાસે એક મહિલા નદીમાં પડી આત્મહત્યા કરવા માટે આટા ફેરા મારતી હોય જે પ્રકારનો મેસેજ શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. મેસેજ મળતા જ પોલીસ મહિલાના લોકેશન પર પહોંચી હતી અને તેને આપઘાત કરતા અટકાવી હતી.

પોલીસ બની દેવદૂત: એક મહિલા નદીમાં પડી આત્મહત્યા કરવા માટે આટા ફેરા મારતી હોય જે પ્રકારનો મેસેજ શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. આ બાબતની ગંભીરતા રાખીને પોલીસે મહિલાના મોબાઈલ નંબરનું લોકેશન મેળવી તરત જ તપાસ કરતા તે લોકેશન સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગનું આવતું હતું, જેથી સમગ્ર મામલે પોલીસે તરત જ પોલીસ કોન્સ્ટેબલ મનીષકુમાર પોપટભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેનને મોકલતા રિવરફ્રન્ટ પશ્ચિમ તરફના ભાગે અટલ બ્રિજ પાસે એક મહિલા બેઠી બેઠી રડતી હોય અને સાબરમતી નદીમાં આત્મહત્યા કરવાની કોશિશ કરતી હોય તેને અટકાવીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.

'મહિલાનો પતિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ તે પોકસોના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો હોય પરિણીતાએ આરોપી સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને તેઓને સંતાનમાં બે બાળકો પણ છે. છતાં પણ પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાથી કંટાળીને મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપવામાં આવ્યા છે.' -એમ.વી પટેલ, પીઆઈ, રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન

પતિના અન્ય સ્ત્રી સાથે સબંધોથી કંટાળેલી હતી મહિલા: મહિલાની પૂછપરછ કરતા તે અરવલ્લી મોડાસાની રહેવાસી હોય અને તેના પતિને છેલ્લા ઘણા સમયથી એક સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હોય જેના કારણે અગાઉ પણ પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે બાદમાં પણ તેનો પતિ પ્રેમિકાને ન મૂકતો હોય તેના આડાસંબંધો કંટાળીને પરે મહિલા આપઘાત કરવા માટે અમદાવાદ આવી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ મામલે પોલીસ દ્વારા મહિલાને આ પ્રકારનું કોઈપણ પગલું ન ભરવા માટે સમજાવવામાં આવી હતી અને તેનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોનો સંપર્ક કરી તેને પરિવારને સોંપવામાં આવી હતી.

  1. Maharashtra Crime: સતારામાં આદિવાસી મહિલાએ 11 લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો
  2. Jharkhand News: સગીર વયની બે દલિત યુવતીઓનું અપહરણ બાદ અઠવાડિયા સુધી સામુહિક દુષ્કર્મ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.