ETV Bharat / state

ધંધુકા-ફેદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં પત્નીનું મોત, પતિ ઇજાગ્રસ્ત

author img

By

Published : Feb 1, 2021, 10:52 AM IST

ધંધુકા-ફેદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
ધંધુકા-ફેદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

રવિવારના રોજ ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે વડોદરાના દંપતીને અકસ્માત નડ્યો હતો. જેમાં પત્નીનું મોત નિપજ્યુ હતું, જ્યારે પતિને ગંભીર ઈજાઓ થઈ હતી.

  • ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે
  • પતિની નજર સામે પત્નીએ તોડયો દમ
  • ભાગી છુટેલા ટ્રકચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે યમરાજ બની આવી રહેલા ટ્રકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જયો હતો. અકસ્માત અંગે ધંધુકા 108ને જાણ કરાતા પાયલોટ અનિરુદ્ધ સિંહ અને ઈએમ ટી હર્ષદ મુલાણી ઘટનાસ્થળે પહોંચી અન્ય સેવાભાવી લોકોની મદદથી કારચાલક અને મહિલાને બહાર કાઢ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત કારચાલકને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દંપતી વડોદરાથી નીકળી સારંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા જઇ રહ્યું હતું ત્યારે ખડોળ ગામના પાટીયા પાસે દંપતીને અકસ્માત નડ્યો હતો. કારચાલકને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. મહિલાના મૃતદેહને કબજે લઇ ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ધંધૂકા પોલીસે ભાગી છુટેલા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.